________________
પ્રગટ કરતું ચિહ્ન ચૈતન્ય છે. એ ચિત્ત ચૈતન્યથી દૂર થઈ અનેકવિધ વૃત્તિઓમાં રોકાય છે, ત્યારે ભ્રમણની ભયંકરતા સર્જાય છે. એ જ ચિત્તને એવી વૃત્તિઓથી પાછું વાળી ચૈતન્યમાં જ વિલીનીકરણ કરવું. કારણ કે આ ચિત્તવૃત્તિ સચ્ચિદાનંદનું વિકારી સ્વરૂપ છે. તેનું વિલીનીકરણ થતાં તે સ્વયં સચ્ચિદાનંદમય થાય છે.
બીજી રીતે વિચારીએ તો વૃત્તિઓ ચિત્તનું સહભાવી અસ્તિત્વ છે, માટે તે વૃત્તિઓને જ નિર્મળ અને સ્થિર કરવી, તો એ ચિત્ત અચિંત્ય એવા ચૈતન્યની ચિત્તિ શક્તિને પ્રગટ કરશે. વૈરાગ્યથી ચિત્તવૃત્તિ નિર્મળ થાય છે, અને જપના અભ્યાસ દ્વારા સ્થિર થાય છે. અથવા એ અભ્યાસ માટે ચિત્તવૃત્તિનો સંયમ જરૂરી છે. બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગ કે આકર્ષણની ઉપેક્ષા તે વૈરાગ્ય છે. વળી જ્ઞાનસહિત તમસાદિ પ્રકૃતિઓનો અભાવ થાય છે તે વૈરાગ્ય છે. આ ત્રણે પ્રકૃતિઓ એ આત્માની જ અવસ્થા છે, આત્માના તાત્ત્વિક જ્ઞાન વડે જ એ પ્રકૃતિઓ પ્રત્યે વિતૃષ્ણા જાગે છે. વળી તૃષ્ણા જેટલી વધારો તેટલી વધે છે. ઇન્દ્રિયો વિષયો તરફ દોડે નહિ તે માટે મૈત્રી આદિ ભાવનાઓથી મનને ભાવિત કરવું. ત્યાર પછી સાધક આત્મસ્વરૂપમાં વિરામ પામે છે. તે સ્થિતિ સાધક માટે કૃતકૃત્ય છે.
ચિત્તવૃત્તિઓનો નિરોધ કે સંયમ કરવો તે યોગ છે. વૈરાગ્ય દ્વારા ચિત્તને ધ્યેયમાં જોડવું તે યોગાભ્યાસ છે. આત્મા સૂક્ષ્મ છે. તેથી પ્રથમ ઇન્દ્રિયોના સંયમ દ્વારા ગુણસ્વરૂપમાં જઈને આત્મસાક્ષાત્કાર જેવા સૂક્ષ્મમાં જવાય છે. ત્યાર પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી આત્મરમણતા થાય છે. તે જ આત્માનો આનંદ છે. એ આનંદ તે મોક્ષ સુખનું એક સોપાન છે.
0 આનંદની પ્રાપ્તિ કેમ થાય ? ૦ આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. એ સ્વરૂપ અંતરંગ હોવાથી આપણને બાહ્યપણે દેખાતું નથી. તેનું કોઈ પ્રકારે સ્થૂલ રૂપ થતું નથી. ચૈતન્યસ્વરૂપ સ્વયં સૂક્ષ્મ છે. દેહાદિ બાહ્ય પદાર્થો આપણને દેખાય છે, વળી તેના વડે સુખ કે આનંદ મેળવવાનો જીવને અભ્યાસ છે. તેથી તે હંમેશાં બાહ્ય પદાર્થોથી આનંદ મેળવવા પ્રયત્ન કરે છે. તે પદાર્થો પર તેને આસક્તિ પેદા થાય છે. પછી જીવ ત્યાં રોકાઈ જાય છે. એથી પોતાની નજીકમાં નજીક પોતાનું જ આનંદપૂર્ણ, અદ્ભુત સ્વરૂપ હોવા છતાં તેને તે જાણી કે માણી શકતો નથી. એટલે તેને શોધવા
જવાય છે. ત્યાર ( ગુલાસ્વરૂપમાં જ આત્મા સૂક્ષ્મ છે
સ્વસ્વરૂપમય મોક્ષ – મોક્ષમાર્ગ * ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org