________________
ધ્યાન છૂટી મન શુભ ધ્યાનમાં આવે છે. શુભ ધ્યાનની ભૂમિકામાં બોધ વડે ધર્મધ્યાનમાં પ્રવેશ પામે છે. જે શુક્લધ્યાનનું કારણ બને છે. શુક્લધ્યાન આત્માના પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરે છે.
પ્રારંભમાં ધ્યાન સમયે વિચારો-તરંગો ઊઠશે પણ તેના પ્રવાહમાં તણાઈ ન જતાં પ્રયત્નપૂર્વક જપ કે મંત્રમાં મનને જોડી દેવું, જેથી નિરર્થક વિચારો રોકાઈ જશે. છતાં ધ્યાન માટેની ભૂમિકા ત્યારે જ બંધાય છે કે જ્યારે જગતના પદાર્થોનું આકર્ષણ ઘટે છે, અનાસક્તિ કે વિરક્તિના ભાવ દેઢ હોય છે. આમ વૈરાગ્યના ભાવ અને જપનું અવલંબન પુષ્ટ થાય ત્યારે આત્માનુભવ સરળ બને છે. વળી જો આપણા વિચાર અને વિકલ્પ આપણને સ્વાધીન હોય તો આત્મશાંતિ સુલભ છે આપણે જ્યારે જે વિચાર કરવા હોય તે કરીએ, નિરર્થક વિચાર ત્યજી શકીએ, તેવી માનસિક દશા પેદા કરી શકીએ તો શુદ્ધ ધર્મ શું છે તે સમજાય છે.
વ્રત, તપ કે જપ કરીને અહીં સુધી પહોંચવાનું છે. તે તે ધર્મના પ્રકારો બાહ્યપણે પૂર્ણ થાય ત્યારે માની ન લેવું કે ધર્મ પામી ગયા. પરંતુ આત્મશાંતિ, વિભાવથી મુક્ત એવી આત્મસમતા, કે સદા સાવધાન ઉપયોગ જેવી દશા આવે ધર્મની પ્રાપ્તિ થઈ છે તેમ માનવું.
મનમાં તરંગો, વિકલ્પો કે વિચારો ઊઠતા જ રહે તો તેની સાથે રાગાદિભાવ ભળશે, તે ભાવોથી ચંચળતા પેદા થશે. એ ચંચળતા આત્મશાંતિને વિચલિત કરશે. આપણી મનઃસ્થિતિને વિચલિત કરનાર વિષય અને કષાયોની બેધારી તલવાર ઝીંકાય છે, તે સમયે આપણી પાસે આત્મસાધન રૂપી ઢાલની બે બાજુ હોવી જોઈએ તે છે વૈરાગ્ય અને જપ જે આત્માની નિરંતર રક્ષા કરે છે. વૈરાગ્ય વિષયોની રક્ષા કરે છે, અને જપની શુદ્ધિ કષાયોની રક્ષા કરે છે.
આત્મા દેહ અને ઇન્દ્રિયોના વિષયોમાં રમવાને બદલે સ્વગુણમાં રમણતા કરશે ત્યારે આત્મશાંતિ સ્વાભાવિક બનશે.
“દેહમાંના દેહીના અનુભવની તીવ્ર તાલાવેલીને વ્યક્તિની સમગ્રતામાં જન્માવવા માટે ઇષ્ટમંત્રનો જાપ અને અનિષ્ટકર વિચાર-વાણી આદિનો સદંતર ત્યાગ અત્યંત જરૂરી છે.”
૦ ચિત્તવૃત્તિઓનું વિલીનીકરણ ૦ માનવને મળેલું ચિત્ત આશ્ચર્યકારી અને અદ્ભુત સાધન છે. ચૈતન્યને
૩૦ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org