________________
અને જ્ઞાનસ્વરૂપ લક્ષ્યમાં રહેવું જોઈએ. દેહાદિ સર્વ પદાર્થોથી ભિન્ન, સ્વસ્વરૂપ નહિ છોડતું એ ચૈતન્ય છે તેમ જાગૃતપણે ભાસ્યમાન થવું જોઈએ.
વ્યવહારિકપણે પણ આત્મા જાણનાર તત્ત્વ છે. સ્વ-પર-પ્રકાશી છે. બાળાદિ ત્રણે અવસ્થાનું જ્ઞાન આત્માને હોય છે. ચૈતન્યસહિત સજીવ કહેવાતું શરીર ચૈતન્યરહિત શબ કહેવાય છે. આત્મા ગત્યાંતર જાય, સ્થળાંતર કરે, અવસ્થાંતર થાય છતાં તે ચૈતન્યસ્વરૂપે એનો એ જ રહે છે. આત્માને પદાર્થના જ્ઞાન માટે કંઈ જવું પડતું નથી. એ જ્યાં છે ત્યાં જ તેનો જ્ઞાનપ્રકાશ કાર્ય કરે છે. અપૂર્ણ જ્ઞાનની અવસ્થામાં ઇન્દ્રિયો કે બાહ્ય પદાર્થોનું અવલંબન જરૂરી થાય છે. છતાં આત્મપ્રકાશ વડે જ સર્વ પદાર્થોનું જ્ઞાન થાય છે. આ પ્રમાણે આત્માને જ્ઞાનસ્વરૂપે વારંવાર વિચારવાથી બાહ્ય પદાર્થોનું આકર્ષણ છૂટી જાય છે અને આત્મલક્ષ્ય દઢ થતાં આત્માનુભવ થાય છે.
આત્માનુભવની ફલશ્રુતિ આત્માનુભવ વગર પરમાર્થ કે પરમ શાંતિ પ્રાપ્ત થતી નથી. જેના આધારે શરીર પણ ચેતનવંતું જણાય છે. જેમ સોનામાં ભળેલું ત્રાંબુ સોનાની ઉપમા પામે છે, તેમ શરીરમાં રહેલી આ અનુપમ વસ્તુનું અખંડ સ્મરણ અભ્યાસ વડે શક્ય છે. શરીરનો અનાદિકાળથી થયેલો નિરંતર અભ્યાસ તેનું સ્મરણ કેવું ગજબનું રખાવે છે ? રાત્રિએ ભરનિદ્રામાં એક મચ્છરનો જરા માત્ર ચટકો તરત દેહનું ભાન કરાવે છે એ પ્રમાણે આત્માનો અભ્યાસ અખંડપણે કેળવી શકાય.
જોકે પ્રારંભના અભ્યાસકાળમાં આત્માનું સ્મરણ અખંડ બનતું નથી. ભલભલા યોગીઓને પણ મને હંફાવ્યા છે. મનમાં પડેલા અનેક સંસ્કારો વચ્ચે અંતરાય થઈને આડા આવશે. પરંતુ એ જ મન વડે કરેલો દેઢ સંકલ્પ સફળ બને છે, આ જન્મમાં આરંભેલું કાર્ય પૂર્ણ થવા બીજા જન્મો માગી લેશે, છતાં પણ આ જન્મમાં આત્માનો આદર, પ્રેમ બળવાન બનાવવા જેથી આત્માનુભવ શક્ય બને.
આત્માનુભવનાં અન્ય સાધનો આત્માનુભવ માટે વિષય, કષાયોની મંદતા સહિત વૈરાગ્યની અત્યંતાવશ્યકતા છે. વૈરાગ્યથી વાસિત થયેલું મન આત્મધ્યાનમાં પ્રવૃત્ત થાય છે. આત્મધ્યાન એ શ્રેષ્ઠ અને ચરમ સાધન છે. પ્રથમ અશુભ
સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ * ૨૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org