________________
નથી. ચૈતન્યનું મૂલ્ય જાણેઅજાણે જીવમાત્રને છે, પરંતુ જડ પદાર્થોનું મૂલ્ય સર્વ-સામાન્ય નથી. જેમકે માનવને એક તોલાની સુવર્ણની વીંટીની કિંમત છે, હાથી ૫૨ પૂરી અંબાડી સુવર્ણની છે, તેનું હાથીને મૂલ્ય નથી પણ બોજો છે.
આ પ્રમાણે જ્ઞાનીઓએ રંગરૂપજન્ય પદાર્થોના સંયોગમાં બોજો જોયો. તેથી તેમણે તેનું મૂલ્ય ન માન્યું. તેથી તેમના જીવનમાં ક્લેશ અને સંતાપ દૂર થઈ ગયા. ક્લેશ અને સંતાપનું કારણ ચૈતન્ય નથી કે જડ પદાર્થો નથી. પણ જીવને જડની જેટલી મૂર્છા છે તેટલો સંતાપ
છે.
વાસ્તવમાં આપણી અંતરગુફામાં અંતરાત્મપણે પરમતત્ત્વ પ્રસ્થાપિત છે, તે જ આનંદ અને સુખથી પૂર્ણ છે, તેની સાથેનું તાદાત્મ્ય તે આનંદ અને સુખનું પ્રદાન કરશે. પરંતુ તેની સાથે આપણું જોડાણ થવું જોઈએ.
તે કેમ થાય ?
ભાઈ ! પર પદાર્થો સાથેનો તારો તાદાત્મ્ય સંબંધ ઘણો પુરાણો છે. તે બહિર્ભાવ એકાએક છોડી શકાતો નથી. કોઈ ગુરુગમે અભ્યાસ કરવાથી તેમ થવું સંભવ છે. તે માટે તમારે મનને બહારમાંથી અંદર લઈ જવું પડશે, ત્યારે તે મન સંસારભાવથી છૂટીને સ્વરૂપાનુસંધાન કરશે. તુચ્છનો ત્યાગ કરી અમૂલ્યને મેળવવાનું છે. ત્યાગમાં કંઈ કરવાનું નથી, કેવળ જ્ઞાતાપણે તમારું ટકવું ત્યાગને સહજ બનાવે છે. જેમ દુઃસ્વપ્ન જાગૃત થતાં દૂર થઈ જાય છે, તેમ જ્ઞાનનું સહજ પરિણામ ત્યાગ છે.
૦ આત્માનુભવનો ઉપાય ૦
“રે. આત્મ તારો આત્મ તારો શીઘ્ર એને ઓળખો''
શી રીતે ઓળખવો, તેનો ઉપાય શો ? આત્મ તારો કે ઓળખો અર્થાત્ આત્મઅનુભવ છે.
જેમ દરેક ઇન્દ્રિયોને પોતાના વિષયોનું ભાન છે, તેમ આત્માનું ભાન થવાનું એક વિશિષ્ટ સાધન છે, માનવને બુદ્ધિનું અનુપમ સાધન મળ્યું છે. એ બુદ્ધિ અહમ્ વગેરેથી મુક્ત થઈ જ્ઞાનરૂપે-પ્રજ્ઞારૂપે પરિણમે છે ત્યારે એ પ્રજ્ઞા સ્વયં આત્માનુભવ બને છે.
આત્માના અનુભવ માટે વારંવાર તેનું સામર્થ્ય, મહિમા, ઐશ્વર્ય
Jain Education International
૨૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
www.jainelibrary.org