________________
જાડું દોરડું સિંહ કે હાથી જેવા બળવાન પશુને બાંધીને પરાધીન બનાવે છે, તે દોરડું સૂતરના તારથી વિખરાયેલું હોય તો તે વડે પશુને વશ કરી શકાતું નથી. પ્રેમનું અમુક સીમાના રાગમાં વિખરાઈ જવું તે વિકૃત સ્વરૂપ છે. અનેક પદાર્થોમાં વિખરાઈ ગયેલા રાગભાવને કેવળ નિર્દોષ પ્રેમના બળ વડે મનરૂપી માતંગને વશ કરી શકાય છે. વશીકરણ થયેલા મન વડે આત્માનુભવ શક્ય બને છે.
મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ જાણું, આનંદધન પ્રભુ મારું આણો, તો સાચું કરી માનું.
હો કુંથુજિન મનડું કિમ હી ન બાજે.” સંપૂર્ણ જીવરાશિ સાથે નિર્દોષતાથી જોડનારું મહાવશીકરણ પ્રેમતત્ત્વમાં રહેલું છે. સમગ્ર તત્ત્વજ્ઞાનની પરિપક્વતા, નિષ્કર્ષ એ પ્રેમતત્ત્વ છે. સ્વ-સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, નિરવધિ આનંદથી ભરેલું, અને અનિર્વચનીય અમૂલ્ય શિરોમણી તત્વ આ પ્રેમ છે.
જગતના જીવો એને વિકૃત સ્વરૂપ આપી આત્મસાત કરવા મથે છે, પણ એવી વિકૃતિથી દૂર સુદૂર આ પ્રેમતત્ત્વ તેમના હૃદયમાં સ્થાન લઈ શકતું નથી તેથી જીવો રાગના આવેગને પ્રેમ માની ભ્રમિત થઈ અંતે દુઃખ પામે છે. પણ વસ્તુમાં વેરવિખેર થયેલા આ પ્રેમને સ્વતત્ત્વમાં જોડવામાં આવે તો તે પાર્થિવ જગતના પ્રપંચને ત્યજી આત્માનુભવ પામે, એવું આ અમોઘ સાધન છે.
સુખદુઃખના કંદથી ઉપરની અવસ્થા આ પ્રેમતત્ત્વ છે. એ તત્ત્વ આત્મામાં ધારણ થાય છે, ત્યારે સઘળી સ્થિતિમાં આત્મા સુખી છે. એ પ્રેમતત્ત્વ જેને સ્પર્શે નથી તે સુખદુઃખના ચક્રમાં ફસાઈ જાય છે.
“આત્મપ્રેમ એ જ્યાંત્યાં ઢોળી નાખવા જેવી મામૂલી વસ્તુ નથી, જેના પ્રેમના વિષય તરીકે આત્મા છે તેનું જીવતર ધન્ય છે.”
૦ આત્મપ્રેમથી – નિર્વિકલ્પતા – થી નિઃસંગતા ૦
જગત વ્યવહારમાં જ્યારે અન્યોન્ય સાચો કે નિર્દોષ પ્રેમ અનુભવનો વિષય બને છે, ત્યાં શું અને કેમ એવા વિકલ્પો ઊભા થતા નથી.
વૈતથી મુક્ત થઈ જીવ અદ્વૈતને રહે છે ત્યારે ત્યાં એકનું અસ્તિત્વ અનુભવે છે, તે આત્મપ્રેમ છે. તેમાં કેવળ “તૂહીનો પોકાર છે. ત્યાર પછી અંતરનિર્વિકલ્પતા આવે છે, તે જગતના વ્યવહારથી બાહ્ય પ્રકારોથી નિઃસંગ થાય છે. આમ અંતર નિર્વિકલ્પતા અને બાહ્ય નિઃસંગતા
સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ : ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org