________________
ઊભય વડે હું આત્મસ્વરૂપ છું તેવી નિર્મળ દશા સિદ્ધ થાય છે. તેમાં મન અને બુદ્ધિના તરંગો બાધક છે, મન અને બુદ્ધિ જ્યાં અટકે ત્યાં આત્માધ્યાસનો પ્રારંભ થઈ સ્વરૂપદશા પ્રગટ થાય છે.
નિર્વિકલ્પતા અને નિઃસંગતાનું પરિણામ સ્વાનુભૂતિ છે. અનાભ્યાસે કરી નિર્વિકલ્પતા અને નિઃસંગતા દુઃસાધ્ય હોવા છતાં અભ્યાસથી સાધ્ય બને છે.
મન એ વિકલ્પનો ખજાનો છે, વિકલ્પનો આધાર રાગદ્વેષ છે. રાગદ્વેષ એ અજ્ઞાનની નીપજ છે. જ્ઞાનમાં મોહ પ્રકૃતિનું મિશ્રણ એ અજ્ઞાન છે. એ અજ્ઞાન બુદ્ધિ વડે કાર્યશીલ બને છે. આ મન અને બુદ્ધિના વ્યાપારને ઉપશમ કરવાથી વિકલ્પો શમે છે. વળી જેમ જીવ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય પ્રત્યે લક્ષ્ય કરે છે તેમ તેમ વિકલ્પ શમે છે.
વિકલ્પના બે પ્રકાર છે ? શુભ વિકલ્પ અશુભ વિકલ્પ. સાધકે પ્રથમ અશુભ વિકલ્પોને શુભ ચિંતન કે અનુષ્ઠાન દ્વારા શુભ વિકલ્પોમાં પરિવર્તિત કરવા જોઈએ. અશુભ વિકલ્પ અને નિર્વિકલ્પ દશાની વચ્ચે શુભ વિકલ્પ સેતુ બને છે. શુભ વિકલ્પમાં રોકાયેલું મન ક્રમે કરીને અન્ય બોધના પરિણમનથી શાંત થાય છે, અથવા મોહજનિત રાગાદિ ભાવો શાંત થતાં ઉપયોગ નિર્વિકલ્પ થાય છે. આ અંતરંગ અવસ્થામાં બાહ્ય નિઃસંગતાની આવશ્યકતા છે.
નિઃસંગતા એટલે અંતરમાં પરભાવથી અને બહારમાં પદાર્થોથી દૂર થવું. સંસારના કોઈપણ પ્રકારનો સંગ કુસંગ છે. જેમ લીમડાના ગમે તે પ્રકારને સેવો એ સર્વ પ્રકારે કડવાશ આપે છે, તેમ સંસારને અંતર કે બાહ્ય ગમે તે પ્રકારે સેવો તે કુસંગ છે. કુસંગથી છૂટવા અને નિઃસંગ થવામાં સત્સંગ સેતુ છે. સત્સંગ દ્વારા આત્મારૂપી સનો સંગ થવાથી જીવ નિઃસંગ થાય છે.
જેવો અભ્યાસ તેવો અધ્યાસ બને છે. અધ્યાસ એટલે આત્મ-ઐક્યતા છે. જીવને દીર્ઘકાળથી દેહનો અભ્યાસ છે તેથી તે દેહાધ્યાસી બન્યો છે. હવે જો તે આત્મસન્મુખ થઈ તેનો અભ્યાસ કરે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું તો દેહાધ્યાસ ટળી આત્મધ્યાસ થવો સંભવ છે.
દેહાદિમાં ઉપયોગની એકતા તે મિથ્યા દર્શન છે, તે વૈરાગ્ય વડે નિવારી શકાય છે. આત્મા સાથે તત્ત્વસ્વરૂપ એકતા - શ્રદ્ધા સાચું દર્શન છે. આમ સ્વરૂપના લક્ષ્યનો અભ્યાસ અને વૈરાગ્ય વડે કાર્ય
૪૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org