________________
સિદ્ધિ છે.
“સહજ સ્વભાવ રમણતાની પરિણતિ વડે સહજાનંદ સુલભ છે. તે માટે ઉક્ત બે ગુણોની સાધના અનિવાર્ય છે.”
વિશ્વાત્મા
સ્વાત્મા
વૈશ્વિક ચૈતન્યને સ્વાત્મતુલ્ય અનુભવવું તે મનુષ્યત્વના સત્ત્વની સાર્થકતા છે. સર્વાત્મમાં સમષ્ટિ એ ઉપદેશનો સાર છે. વિશ્વવ્યાપક ચૈતન્ય લક્ષણથી સમાન હોવાથી તે સ્વાત્મા છે તેમ અનુભવવું તે સાધકની સિદ્ધિ છે.
દેહ દેવળમાં બેઠેલા ચૈતન્ય મહારાજાનું મિલનમાં નજરાણું જરૂરી છે. તે નજરાણું છે જ્ઞાનમય બોધ, ચિત્તની નિર્મળતા. કામનાઓ અને વાસનાઓથી ભરેલું ચિત્ત એ આત્માનો અનાદર સૂચવે છે. જેમ સોનાને તપાવવામાં આવે ત્યારે અગ્નિ તેના સર્વ પ્રદેશે ઓતપ્રોત થઈ જાય છે, તેમ ચિત્ત જો ચૈતન્યમાં અભેદપણે રહે, ઐક્યતા કરે તો તેની અચિંત્ય શક્તિ આવિર્ભાવ પામે છે અને વાસનાઓ, કામનાઓ કે ઇચ્છાઓ સ્વયં પલાયન થઈ જાય છે.
પરંતુ સંસારના પ્રકારો કે પ્રસંગોનું સેવન કરવું અને આત્મામાં અભેદ થવું અસંભવ છે, માટે સંસારના પ્રયોજનને મૂકી, એકાંતમાં બેસી વૃત્તિઓને શમાવી દેવી. ત્યારે ચિત્ત અને ચૈતન્ય અભેદસ્વરૂપમાં સ્થિતિ કરી અખંડ આનંદ અનુભવશે.
-
“પ્રભુમુખ સ્વભાવ સુણું જો માહરો,
તો પામે પ્રમોદ એહ ચેતન ખરો. થાયે શિવપદ આશ રાશિ સુખવૃંદની
સહજ સ્વતંત્ર સ્વરૂપ ખાણ આણંદની.”
ભાઈ ! ગુણના ખજાનારૂપી આત્માની વાત સાંભળવી કોને ન ગમે ? તેમાં શિવપદની પ્રાપ્તિની સદ્ભાવના છે, તે સદ્ભાવના તને ગુણોનો ખજાનો ખોલી આપશે. તેનું મૂલ્ય એટલે ઉદાસીનતા, ઇચ્છાઓનો ત્યાગ, અથવા પ્રભુવચનમાં તત્પર, પ્રભુઇચ્છા એ જ મારું જીવન, એ આત્મસંયમ, આત્મસમર્પણ, આત્મનિવેદન છે. પછી સર્વ સિદ્ધિ તારા ચરણમાં ઝૂકશે.
અસદ્ ઇચ્છાઓ એ અતૃપ્તિની માંગ છે, કાંઈ અભાવની માંગ છે. સાંસારિક સુખો સમૃદ્ધિ મળવા છતા તૃપ્તિ થતી નથી. તેને વધુ
Jain Education International
સ્વસ્વરૂપમય મોક્ષ મોક્ષમાર્ગ ૨ ૪૧
For Private & Personal Use Only
-
www.jainelibrary.org