________________
આત્માનો સાક્ષાત્કાર કરી શકે.
અરિહંત પરમાત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું યથાર્થ જ્ઞાન થતાં, તેમનું ધ્યાન થાય છે, ત્યારે આત્માના મોહાદિ ક્ષય થાય છે. અરિહંતના ધ્યાનથી આત્માને પરમાત્માના ગુણોનો સંસર્ગ થાય છે. ત્યાર પછી આત્મા અને પરમાત્મા વચ્ચે ઐક્ય અભેદ થાય છે તે આત્મસાક્ષાત્કાર
છે.
જ્ઞાનયોગ અને ધ્યાનયોગ અન્યોન્ય સહચારી છે. સવિશેષ જ્ઞાનમાર્ગમાં ધ્યાનયોગ ઉપકારી છે. વળી મુક્તાવસ્થાની પ્રાપ્તિનું સાધન ધ્યાનયોગ છે. આથી ધર્મધ્યાનરૂપ નિર્મળ પરિણામ શુક્લધ્યાનનું કારણ બને છે અને શુક્લધ્યાન કેવળજ્ઞાન અને નિર્વાણનું કારણ બને છે.
જ્ઞાનમાર્ગનું મુખ્ય સાધન શ્રવણ અને મનન છે. તે પછી શુદ્ધ પરિણામ - યોગ વડે ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં આત્માને આનંદસ્વરૂપનું વેદન થાય છે. આથી શુદ્ધસ્વરૂપના સર્વ સંશયો ટળી જતાં તેનું જ્ઞાન સંશયાદિરહિત થાય છે. તે જ્ઞાનયોગમાં વિચારશૂન્ય સ્થિતિ હોવા છતાં આનંદસ્વરૂપ આત્મા પ્રગટ હોય છે. તેવા સાધકને નિદ્રામાં પણ આત્મા પ્રગટ છે. વળી માનસશાસ્ત્રનો નિયમ છે કે તમે જે વૃત્તિમાં નિદ્રામાં જશો તેવૃત્તિ નિદ્રાવસ્થામાં અંતરમનમાં રહે છે. તે ક્વચિત સ્વપ્નાકાર પામે છે.
નિદ્રાનું અર્થઘટન
નિદ્રા એ આહારની જેમ શરીરનું આવશ્યક અંગ છે. નિદ્રામાં ક્લેશ, સંતાપ, આવેશ, ક્રૂરતા કે કષાયો સર્વ શાંત થઈ પડ્યા રહે છે તે અપેક્ષાએ સત્ત્વગુણ છે પરંતુ નિદ્રામાં ઉપયોગ અત્યંત સુષુપ્ત થાય છે તેથી તે તમોગુણ છે. એટલે નિદ્રા સુખદ લાગવા છતાં તે દર્શનાવરણ કર્મની પ્રકૃતિ ગણવામાં આવે છે. આથી સત્ત્વગુણ યુક્ત તમોગુણ છે.
તમોગુણી કે રજસગુણી પ્રવૃત્તિથી નિવૃત્તિ તે નિદ્રા આપી શકે છે. જો કે તે સમયે આત્મા તે ગુણથી મુક્ત તો નથી જ. ૦ વિચારદા શું છે ? ૦
જૈનદર્શનનું વિજ્ઞાન કહે છે, આત્મા કાયયોગના સંયોગે મનોવર્ગણા ગ્રહણ કરે છે તે વિચારરૂપે પરિણમે છે અર્થાત્ મનની એક દશા એ વિચાર છે. મનનાં વિવિધ પાસાંઓ છે, ચિત્ત, વિકલ્પ બુદ્ધિ, અહંકાર,
Jain Education International
આત્મસ્વરૂપ × ૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org