________________
હું મરણાધીન નહિ પણ અમર છું. મા હું અંધકારમય નથી, પ્રકાશપુંજ છું. ના જડ નથી, પણ ચૈતન્યસ્વરૂપ છું.
આથી મને શસ્ત્ર છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, જળ મને ભીંજવી ન શકે કે હવા મને ઉડાડી ન શકે.
આવું મારું સામર્થ્ય જ્ઞાન ક્યાં આવરાય છે ? ક્યાં જકડાય છે ? નહિ કરવાનાં કાર્યોનું પુનરાવર્તન કેમ થાય છે ? તેના પરિણામે જીવ કેવી રીતે બંધાય છે ?
જીવને બાંધનાર અવિદ્યા અને તૃષ્ણા છે.
જ્ઞાનસ્વરૂપ આત્માના ઉપયોગ-પરિણામમાં સંશય ભળે છે, કે હું આ દશ્યમાન દેહ છું કે અન્ય છું ? અથવા વિપર્યાય બુદ્ધિ ભળે છે કે આ દેખાય છે તે જ દેહ છું. આત્મા મને જણાતો નથી. વળી એ જીવને એવો કોઈ વિચાર-અધ્યવસાય ઊઠતો જ નથી કે હું કોણ છું? મારું શું કર્તવ્ય છે ? આમ અવિદ્યા-અજ્ઞાનથી ઘેરાયેલા જીવને બંધન થાય છે.
અજ્ઞાનને કારણે જે કંઈ વૃત્તિ કે પ્રવૃત્તિ થાય છે તેમાંથી સંસ્કાર ઉત્પન્ન થાય છે. એ સંસ્કાર જીવને આશા, અપેક્ષા અને તૃષ્ણા ઉત્પન્ન કરે છે. એ તૃષ્ણા જીવના જન્મ-મરણના ચક્રાવાનું કારણ બને છે.
આત્મજ્ઞાન વડે અવિદ્યા દૂર થાય છે. નિષ્કામ કર્મ વડે તૃષ્ણાના સંસ્કાર દૂર થાય છે.
જે જ્ઞાનમાં સંશયાદિ ભળે છે તે અજ્ઞાન છે, જે જ્ઞાન રાગાદિ સંસ્કાર રહિત છે તે જ્ઞાન છે. સામાયિક આદિ ક્રિયા નિષ્કામ કર્મ છે.
૦ આત્માનુભવ - આત્મસાક્ષાત્કાર ૦ આત્માનુભવ કે આત્મસાક્ષાત્કાર કયા બળ પર કરશો ? બહારનાં નિમિત્તો અવલંબન છે. પરંતુ અવલંબનની નિષ્ઠા માટે પ્રથમ એ સ્વીકાર કરવો કે હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. દ્રવ્યથી હું પરમાત્મસ્વરૂપ છું. આપણો આત્મા શુદ્ધપણે પ્રગટ નથી કે અનુભવમાં નથી, તેથી આત્મા પરમ શ્રદ્ધા વડે પ્રગટ થયેલા શુદ્ધાત્માઓને અર્થાત્ અરિહંત ભગવંતને તેમના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધ કેવળજ્ઞાન-ગુણથી તથા શુદ્ધ સ્વભાવપરિણમનરૂપ પર્યાયથી - અવસ્થાથી જાણે તો તે પોતાના
૨૨ x ધૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org