________________
જડ પદાર્થોને તૃપ્તિ આપવાથી શું ? વાસ્તવમાં તેમને તૃપ્તિ સાથે કોઈ સંબંધ નથી. આત્મદર્શન કે આત્મજ્ઞાન ક્લેશથી મુક્ત થવાનું અને પરિતૃપ્ત થવાનું અનન્ય સાધન છે, જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવથી સમાનતા, સ્વસ્વરૂપ પ્રત્યે સમત્વભાવ અને સિદ્ધ ભગવંતો પ્રત્યે અત્યંત બહુમાન, આવું સર્વતોમુખી સમત્વ જેણે ધારણ કર્યું છે, તેવા મહાત્માઓના મુનિજનોના ચરણોમાં સમ્રાટો પણ નમે છે. તે સમ્રાટો પાસે અઢળક સમૃદ્ધિ છે, પરંતુ પરિતૃપ્તિ તો મહાત્મા-સમ્રાટો પાસે છે. ““હું અચિંત્ય મહિમાવાન આત્મતત્ત્વ છું' આ ભાવ તેમના અંતરંગને આનંદરૂપે પરિતૃપ્ત કરે છે.
માટે માનવભવ પામ્યા પછી આપણા દરેકનું પ્રધાન કર્તવ્ય આત્માને ઓળખવાનું, કે આત્મદર્શનનું હોવું જોઈએ.”
હવે જે આત્મસન્મુખ નથી, કે જેને હું આવા અનુપમ તત્ત્વરૂપ છું તેવું ભાન નથી એ પરિતૃપ્તિનું કે અવ્યાબાધ આનંદનું સુખ કેવી રીતે પામી શકે ?
જેને સ્વનું આત્મભાન નથી તે અન્ય જીવને આત્મસ્વરૂપે કેવી રીતે સ્વીકારી શકે ? અને જો આત્મસ્વરૂપે સ્વીકારી ન શકે તો દયા, વાત્સલ્ય કે પ્રેમ કેવી રીતે રાખી શકે ? જેમ જેમ દયાભાવ વધે તેમ તેમ વિષયોનો સંબંધ, કષાયોની ઉત્તેજના શમી જાય, ત્યાર પછી જીવન નિર્દોષ અને નિષ્પાપ બને.
આત્મભાનથી આત્મરતિ, આત્મતિથી વિષયવિરક્તિ, વિષયવિરક્તિથી પરિભ્રમણમુક્તિ આવા ક્રમ માટે શુદ્ધભાવ યુક્તિ છે એ યુક્તિ પરમાત્માની ભક્તિ વડે નિર્માણ થાય છે.
આત્મભાન એ આત્મજ્ઞાનનો સંકેત છે. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપને પ્રગટ કરનાર લક્ષણ ઉપયોગ છે. એ ઉપયોગમાં રાગાદિના પૂર્વ સંસ્કારો ભળેલા છે. આત્મજ્ઞાનના સંસ્કારો વડે તે નિર્મૂળ થાય છે. વળી સામાયિક જેવા સમત્વથી નિરવઘ પ્રવૃત્તિ દ્વારા નવા સંસ્કારોને રોકી શકાય છે.
આત્મજ્ઞાન વડે હિતાહિતનું ભાન નિરંતર ટકે છે. આત્માને હું શુદ્ધ આત્મસ્વરૂપ છું તેવો બોધ પરિણામ પામે છે. ત્યારે તેનામાં ભેદજ્ઞાન કાર્યકારી બને છે કે !
જ હું શરીર નહિ પણ શરીરી છું. ના હું દેહ નહિ પણ દેહી છું.
આત્મસ્વરૂપ * ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org