________________
જેવાં વંદો ઊભાં થાય છે. જ્યારે શુદ્ધનય કંથી મુક્ત એવી ચેતનાનું દર્શન કરાવે છે ત્યારે વેર કે વિષમતાઓનો અભાવ થઈ, એકરૂપતા અને સમતાનાં દર્શન સુલભ બને છે, માનવીને સાચા સુખ માટે આ દૃષ્ટિ જરૂરી છે.
જગતમાં જે કંઈ ભેદ દેખાય છે. તે કર્માધીન છે. તે વૈષમ્ય અને અસ્વાભાવિક છે. શુદ્ધ ચેતનામાં આવા ભેદ નથી. સાધક જ્યારે આવી વિષમતાનો અભ્યાસ છોડી દે છે ત્યારે વિષમતા સ્વયં દૂર થઈ જાય છે.
“આ રીતે ભગવાન મહાવીર સ્વામીનું અધ્યાત્મદર્શન પ્રત્યેક વ્યક્તિની નૈશ્ચયિક શુદ્ધતા અને સ્વતંત્રતાનું પ્રતિપાદન કરે છે, તેના પરિણામે સમસ્ત ચૈતન્યજગતમાં એકરસતા અને સમત્વની સ્થાપના થાય છે.”
ત્યારે જીવ ને જગતનો સંબંધ સ્વાભાવિક અમૃતમય બને છે. મૈત્રીભાવના વ્યાપક બને છે. જ્યાં જુઓ ત્યાં ચૈતન્યનું અનુપમ સૌંદર્ય દર્શિત થાય છે.
૦ તત્ત્વજ્ઞાનથી આત્મદર્શન ૦ જેની દેહાત્મબુદ્ધિ ટળી છે તેવો અંતરાત્મપણે વિશ્વાસ ધરાવતો સાધક તત્ત્વજ્ઞાન વડે, આત્મદષ્ટિ વડે પરમાત્મદર્શન પામે છે. જે દર્શન સ્વસમ્મુખ થઈ આત્મદર્શનનું કારણ બને છે.
ભાઈ ! દુન્યવી જ્ઞાન ભલે કમ્યુટર, માનવયંત્ર કે અન્ય અજબની શોધો કરે તો પણ તે જ્ઞાન દેહ, વાણી, મન, વિચાર કે બુદ્ધિ સુધી પહોંચશે. દેહાદિને તૃપ્તિ આપશે, છતાં પણ આ ચૈતન્ય-જ્ઞાયકને તે વડે પરિતૃપ્તિ સંભવ નથી. કારણ કે દુન્યવી જ્ઞાન ગમે તેટલું વિકસે તો પણ યંત્રને આધીન છે. તે ચૈતન્યની સમાનતાને સ્વીકારી શકે તેમ નથી. જે જ્ઞાનમાં ચૈતન્યનો સંકેત કે સંચાર છે એવું દુન્યવી જ્ઞાન જ્ઞાની સ્વીકારી શકે તેમ નથી. તે ચૈતન્યસ્વરૂપ આત્માને તૃપ્તિ કેવી રીતે આપી શકે ? એથી એમ સ્વીકારવું રહ્યું કે આત્મા આત્મજ્ઞાન વડે જ પરિતૃપ્ત થઈ શકે.
માનવજીવન એટલે દેહ, મન, વાણી, હૃદય અને આત્મા એ સર્વનું એકમ છે. હવે દેહાદિ જડ પદાર્થો ચેતનાથી સંચારવાળા હોવાથી બોધ પામતા જણાય છે. કથંચિત તૃપ્તિ પામે છે, દેહાદિના સર્વ સંચારમાં ચેતનાની મુખ્યતા છે, તેને તેનો કોઈ અંશ સ્પર્શે નહિ તો દેહાદિ
૨૦ * શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org