SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તે સંસારનું પરિભ્રમણ પામે છે. જેટલું તે સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે, તેટલો ત્રિકાળી જ્ઞાનમય સ્વરૂપમાં જ પરિણામ પામે છે, તે વિકલ્પરહિત નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળો બને છે. જ્યાં સુધી આત્મા સ્વાશ્રયી સ્વનો બોધ નથી પામતો ત્યાં સુધી તે અન્ય ગમે તે ઉપાય યોજે તો પણ તે મિથ્યાદષ્ટિ છે. પરાશ્રય કરીને પદાર્થોનો દાસ થઈને ચારે ગતિમાં રખડે છે. સ્વ પ્રત્યેની દૃષ્ટિ, તત્ત્વષ્ટિ, સ્વાશ્રયભાવનું શ્રદ્ધાન છે તે આત્મલક્ષી પુરુષાર્થને જાગૃત કરે છે તે વડે જીવ મુક્તિ પામે છે. ૦ શુદ્ધ દૃષ્ટિ છે “નિશ્ચયદષ્ટિ હૃદય ધરીજી પાળે જે વ્યવહાર પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર.” કર્મથી આવૃત્ત જીવ મહદ્ અંશે અશુભ ભાવયુક્ત હોય છે. એ અશુભ ભાવને દૂર કરવા કથંચિત શુભભાવનું અવલંબન છે. એ વ્યવહાર છે, છતાં તેના લક્ષ્યમાં નિશ્ચયર્દષ્ટિ હોવી અત્યંત જરૂરી છે. દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધારણ કરી, ત્રિકાળી ધ્રુવ, સદા શાશ્વત, જ્ઞાયકસ્વરૂપ સ્વવ્યક્તિત્વના પૂર્ણબોધને ધારણ કરીને જે વ્યવહાર-ધર્મારાધન કરવામાં આવે તે શુદ્ધ વ્યવહાર. આ નિશ્ચયર્દષ્ટિ પરાશ્રયના આધારવાળી, પરથી મને સુખ મળશે તેવી ભિક્ષુક વૃત્તિને, મનની પામરતાને મૂળમાંથી દૂર કરવાનું સામર્થ્ય આપે છે. એ પરાશ્રય છૂટતાં આત્મા સમદષ્ટિવંત થાય છે. શુદ્ધનય, નિશ્ચયનય, તત્ત્વદૃષ્ટિનું અધ્યાત્મદર્શન સર્વમાં સમાનતા લાવે છે, કારણ કે આ નય સર્વવ્યાપ્ત છે. તે પદાર્થના મૂળ સ્વરૂપને સ્વીકારે છે તેમાં કંઈ ભેળવણી કરતું નથી. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યની ભેળવણી કે ભાવની ભેળવણી રહિત, અર્થાત્ આત્મા અને કર્મનું ભળવું, આત્મા અને રાગાદિનું ભળવું શુદ્ધ નયને માન્ય નથી. શુદ્ધનય આત્માની સામાન્ય સત્તાને સ્વીકારે છે, કર્મયુક્ત વિશેષ સત્તાને સ્વીકારતો નથી. અર્થાત્ એ સર્વે વ્યવહારનયનાં કથન છે. શુદ્ધનયનું અધ્યાત્મદર્શન સર્વવ્યાપ્ત છે તેથી વિષયના વિષમૂલક સંબંધને નિવારવાનું અમોઘ ઔષધ છે.” વળી જ્યારે અન્ય વ્યક્તિત્વને શુદ્ધનયનું લક્ષ રાખ્યા વગર વ્યવહારનયથી જોવામાં આવે ત્યારે ઊંચ-નીચ, શુભ-અશુભ કે વૈર-ઝેર આત્મસ્વરૂપ : ૧૯ Jain Education International For Private, & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy