________________
લેવા ઇચ્છે છે તે જીવવાની ઇચ્છાને કારણે. નાનું જંતુ પણ જીવવા ઇચ્છે છે. દરેકની ભયજનક સ્થિતિનું એક કારણ કથંચિત જિજીવિષા
જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી તેનું લક્ષણ જાણવાનું છે માનવ વિચારશક્તિ યુક્ત હોવાથી તે જાણવા ઇચ્છે છે.
જીવની અંતરંગ દશા કે સ્વરૂપનો મૂળ ગુણ આનંદ છે. તેથી તે સુખ ઇચ્છે છે. સંસારમાં અનેકવિધ શ્રમ કે કષ્ટ કરીને પણ જીવ સુખ મેળવવા પ્રયત્ન કરે છે. અધ્યાત્મ ક્ષેત્રે તપ, જપ, સંયમ, કષ્ટ આદિ કરીને તે સુખ ઇચ્છે છે. સંસારમાં સાધનોથી મળેલું સુખ પરાધીન છે. તપ, જપ સંયમાદિથી સ્વરૂપદશાનું મળતું સુખ સ્વાધીન છે. - જીવ સ્વયં સચ્ચિદાનંદ છે, છતાં સંસારમાં જીવ સાથે કર્મો દૂધ-પાણીની જેમ એકમેક થઈને રહે છે તેથી તેના સ્વરૂપ-આનંદને તે અનુભવી શકતો નથી. જેમજેમ કર્મો નષ્ટ થતાં જાય છે, તેમતેમ તે સ્વરૂપના આનંદનો અનુભવ મેળવે છે. છતાં પણ સંપૂર્ણપણે મોહનીય કર્મ નાશ થાય ત્યારે તે સ્વરૂપરમણતા પામે છે, ત્યારે તે પૂર્ણાનંદ પામે છે.
ક્રોધાદિ કષાયોથી દૂષિત જ્ઞાન પૂર્ણાનંદને બાધક છે. જ્યારે જ્ઞાનરૂપી પર્યાય આત્માના સ્વરૂપને ભજે છે, તેમાં જ સમાય છે, ત્યારે જ્ઞાન નિરાવરણ થાય છે, એ અવસ્થામાં પૂર્ણાનંદ પ્રગટ થાય છે.
જીવ જ્યારે જ્ઞાન-સ્વરૂપથી વિમુખ થાય છે ત્યારે જાણેલા પદાર્થોમાં રાગાદિ કરે છે, તેથી તેનાં જ્ઞાનાદિ ટકી શકતાં નથી. યદ્યપિ જ્ઞાન અને આત્મા અભિન્ન છે, છતાં એ એ જ્ઞાનમાં રાગાદિ ભળે ત્યારે જ્ઞાન સ્વયં અજ્ઞાનરૂપે પરિણમે છે. માટે યોગીજનો નિરંતર ઉપયોગને આત્મામાં જોડી રાખવા પ્રયત્નશીલ હોય છે.
સાધકને ઇન્દ્રિયોને વિષયોથી રોકીને ચિત્તને વિકલ્પરહિત કરીને, સ્વરૂપ-સ્થિરતાનો અભ્યાસ થાય છે, ત્યારે આત્મિક કે તાત્ત્વિક સ્વરૂપ અનુભવમાં આવે છે. જ્યાં સુધી આત્માના અનંત જ્ઞાનાદિ ગુણોનું ચિંતન થતું નથી ત્યાં સુધી ક્ષણિક અને પર દ્રવ્યોનું ચિંતન જીવને મીઠાશ પેદા કરે છે તે અજ્ઞાન છે. સર્વ કાર્યમાં આત્મષ્ટિ કાર્યકારી થાય તો આત્મા જ સ્વયં સરળ રીતે પ્રકાશિત થાય છે.
આત્માનું વિસ્મરણ થતાં જ ઉપયોગ પરને પકડે છે, એમ પરાશ્રયને અંગીકાર કરીને આત્મા શુભાશુભ ભાવવાળો થાય છે, તેના પરિણામે
૧૮ ૪ શ્રતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org