________________
જવા ચિંતનનું પ્રાધાન્ય છે. પરપદાર્થનું ચિંતન હિતકારી નથી. તેમાં વૃત્તિનું જોડાવું તે વિભાવ છે. વિભાવ કર્મબંધનું કારણ છે. વિભાવ-પરિણતિને દૂર કરવા સ્વ-ભાવ પરિણતિ માટે સ્વાધ્યાય છે.
“દેહાધ્યાસ એ વિભાવ છે. શરીરનું અધ્યયન તે વિભાવ છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણ તે સ્વાધ્યાય છે, એ આત્માનો અધ્યાય તે સાચું ચિંતન છે.”
૦ આત્માનું અમરત્વ ૦ આત્મદશા અત્યંત સૂક્ષ્મ અને શુદ્ધ હોવાથી તે અમૂર્ત પણ છે. અને જીવ સર્વ પદાર્થોને ચર્મચક્ષુથી જોવાના અભ્યાસવાળો હોવાથી તેને આત્માના સ્વરૂપ વિષે શ્રદ્ધા જામતી નથી, તેથી તે જેમ પોતાને ચૈતન્ય સ્વરૂપે જાણતો નથી તેમ અન્યને ચૈતન્યસ્વરૂપે સ્વીકારી શકતો નથી. ચૈતન્યની સદાકાળ વિદ્યમાનતા પણ તે જાણી શકતો નથી અને તેથી તે સદા ભય સહિત જીવે છે.
કોઈ જીવ અન્યને જીવતદાન આપી શકતો નથી પણ અભયદાન જરૂર આપી શકે છે. જો તારાથી જીવો અભય છે તો તું પણ નિર્ભય છે. દેહાધ્યાસી હંમેશાં ભયયુક્ત હોય છે, પોતે ભયથી બચવા અન્યને ભય પેદા કરે છે. સબળથી હંમેશાં નિર્બળને ભય પેદા થાય છે. માટે મહાત્માઓએ દેહના કષ્ટને સહીને પણ અભયદાનનું વાતાવરણ પેદા કર્યું. પ્રેમ અને સમતાને વિકસાવી, મહાત્માઓએ જીવો સાથે મૈત્રીસંબંધ બાંધ્યો તેથી તે જીવો અભય પામ્યા અને મહાત્માઓ નિર્ભય થયા. જ્ઞાનસ્વરૂપ આત્માની આ ફળશ્રુતિ છે.
જીવદ્રવ્યનો એવો સ્વભાવ છે કે તે ગમે તેટલાં કર્મોથી કે દેહથી આવૃત્ત હોય તો પણ પોતાના ચૈતન્યત્વનો પોતાની સજાતીયતાનો ત્યાગ કરતો નથી. વળી શુદ્ધતા અને સિદ્ધતા જીવની નિજઅવસ્થા છે તે સામાન્ય (મૂળ સ્વરૂપે) હોવાથી સદા એ જ અવસ્થામાં રહે છે જે વિશેષપણું છે, (પર્યાય) તે મલિન છે. સામાન્ય (મૂળ) સ્વભાવથી આત્મા અમર, નિર્ભય, નિર્મળ અને સિદ્ધસમ છે, આવું માહાસ્ય આવે. શ્રદ્ધા થયે શુદ્ધાત્માનું ધ્યાન સંભવ બને છે.
જીવ જીવવાની જાણવાની અને સુખની ઝંખના કેમ રાખે છે ?
જીવ સ્વયં સત્સદા રહેનારું, અવિનાશી તત્ત્વ હોવાથી પ્રા યે જીવ ગમે તે દશામાં જીવવા ઇચ્છે છે. રોગી કે મરતો માનવ ઔષધિ
. આત્મસ્વરૂપ * ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org