________________
મલકાય છે. જો તે ચોરાઈ જાય તો ઉગ થાય છે. અને આ અચિંત્ય સામર્થ્યવાન ચૈતન્યસ્વરૂપ આત્માનું મૂલ્ય શું ? તેના તરફ દષ્ટિ કેટલી વાર જાય છે. તેના ઐશ્વર્ય પ્રત્યે માન કેમ નથી થતું ? તેના ગુણોના માહાસ્યનું જ્ઞાન નથી, તે ભુલાઈ ગયો છે. પરપદાર્થથી લૂંટાઈ ગયો છે. વિષય-કષાયોથી ચોરાઈ ગયો છે. છતાં જીવ કેવો નિશ્ચિત થઈને ફરે છે. ન કંઈ ફિકર ન કંઈ ચિંતા.
“આત્મદ્રવ્યના અચિંત્ય સામર્થ્ય, પરમ ઐશ્વર્ય તેમજ અનંત જ્ઞાનાદિ ગુણોનું ચિંતન થતું નથી ત્યાં સુધી ક્ષણભંગુર અને લાગણી વિનાના પરદ્રવ્યોનું ચિંતન મીઠું લાગે છે. માટે સર્વ કાર્યમાં આત્મષ્ટિપૂર્વક રસ લેવો. તે જ આત્માને સરસ રીતે માણવાનો સરળ ઉપાય છે.”
૦ સ્વાધ્યાય ૦ સ્વાધ્યાયનો અર્થ શાસ્ત્રપદ્ધતિએ ઘણો વિશદ છે. અત્યંતર તપમાં સ્વાધ્યાયની મુખ્યતામાં સ્વ પ્રત્યે લઈ જતા ચિત્તને સ્વમાં સમાવી દેતું અધ્યયન પાંચ પ્રકારના અભિગમમાંથી પસાર થાય છે. તે સ્વાધ્યાયની વિશદતાનાં સૂચક છે. શાસ્ત્રને પાને ચઢેલાં એ રહસ્યોનો ક્રમ આત્મસાત્ થાય ત્યારે વાસ્તવમાં સ્વાધ્યાય થાય છે.
શ્લોક, સૂત્ર કે શબ્દાદિ પાઠ કરવા તે સ્વાધ્યાયની પ્રારંભની ભૂમિકા છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનું સેવન થયા પછી સ્વઅધ્યયનની ભૂમિકા આવે છે.
સદ્દગુરુ પાસે બોધ-વાચના લેવી, તેમાં સૂક્ષ્મપણે પ્રશ્નચર્ચા કરવી. ત્યાર પછી તે વાચનાનું પુનરાવર્તન-રટણ-સ્મરણ કરવું. સ્મરણ પછી તે તે વિષયમાં ચિંતન કરી ભાવના ઊંડાણમાં જવું અને ત્યાર પછી પરિણામ ધર્મમય બને તે ધર્મકથા થઈ કહેવાય, પછી તે સાધકના જીવનમાં ધર્મકથા-સકથા સિવાય અન્ય કથાને સ્થાન ન હોય ત્યારે સ્વાધ્યાય આત્મસાત્ થાય.
આ પ્રકારે સ્વાધ્યાયની ભૂમિકા થયા પછી શાસ્ત્રબોધ શાસ્ત્રયોગરૂપે પરિણમે છે. શુદ્ધિ વગરનું શાસ્ત્રજ્ઞાન માન પેદા કરે છે. માટે પ્રથમ સ્વનું – સ્વરૂપનું અધ્યયન કરવું. સ્વરૂપમાં શુદ્ધ ચૈતન્યનો અનુભવ થાય ત્યારે આત્મા જ પરમાત્મા છે તે સમજાય છે. તે સ્વાધ્યાયનું માહાસ્ય છે.
પાર્થિવ જગત સાથેનું તાદાભ્ય તૂટે ત્યારે સ્વરૂપનો યોગ થાય છે. પાર્થિવ જગતનાં સાધનો મેળવવા કર્મ કરવું પડે છે. સ્વરૂપ પ્રત્યે
૧૬ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org