________________
વેર ઊભું કરે છે. તેમાં તને કંઈ સુખ નથી માટે દૃષ્ટિ બદલી નાખ. દેહને બદલે વિદેહની ભાવના કેળવ અર્થાત્ દેહ રહિત એવા શુદ્ધાત્માની દષ્ટિ કેળવ.
પુરાણું દેહાભિમાન એકાએક ગલિત નહિ થાય, માટે તારે તે પ્રત્યે આત્મબુદ્ધિ કેળવવી પડશે. તે માટે દેહાતીત દશાયુક્ત મહાત્માનો મહિમા જાણવો જોઈશે. આયુષ્ય પૂરું થતાં દેહ છૂટી જશે. તે તારા હાથમાં નથી. દેહાસક્તિથી તને પુનઃ પુનઃ દેહ મળશે. દેહનો સ્નેહ થશે. એમ ઘટમાળ ચાલ્યા જ કરશે. ' હવે દેહભાવથી મુક્ત થવાની તારી ભાવના થઈ હોય તો સંયમ આદિ સક્રિયાનો અભ્યાસ કર. દેહમુક્ત થવાની પ્રબળ ભાવના કર. અંતે દેહમુક્તદશા પ્રાપ્ત થશે.
દેહ રૂપી ભાજન કર્મ રૂપી ઈધનનું માધ્યમ છે, તેમાં રહીને આત્મા રૂપી જળ બળ્યા જ કરે છે. દેહ રૂપી ભાજનને તેના સ્નેહને જો તું છોડી દે તો આત્મજળ સ્વયં પેલા ધનને ઠારી દેશે. તે માટે તારે સૌપ્રથમ દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કરીને આત્મબુદ્ધિને પ્રાધાન્ય આપવું.
દેહાદિ સંયોગો કર્મ રૂપી ઈધનમાં બળતામાં ઘી હોમાય તેમ કર્મ રૂપી અગ્નિને પ્રદીપ્ત કરે છે. આવું ભાન જ્યારે જીવને થાય છે, ત્યારે તેનામાં ધર્મ રૂચિ જાગૃત થાય છે, તેથી તપ, જપ, જ્ઞાન, ધ્યાન, સગુરુબોધ, પરમાત્મદર્શન-ભક્તિ વડે તે કર્મની ભભૂકેલી જ્વાળાને શાંત કરે છે.
જેમજેમ ધર્મભાવના વૃદ્ધિ પામે છે, તેમતેમ કષાયો અને વિષયોથી વિરક્તિ થાય છે. હિંસાદિ પાપો ઘટે છે. આત્માનું શુદ્ધ જ્ઞાન કષાયના સંયોગે અજ્ઞાનરૂપે પરિણમે છે. એ જ્ઞાન જ્યારે વિષયોમાં ભળે છે ત્યારે તે જીવ હિંસાદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે, પરિગ્રહાદિમાં મૂછથી આવૃત્ત થાય છે. અર્થાત્ વિષય-કષાય-યુક્ત જ્ઞાનનું પરિણમન એ અધર્મનું કારણ બને છે. અને આત્મરૂપ પરિણમન ધર્મનું બીજ બને છે. અધર્મથી દુઃખરૂપ સંસાર છે. અને ધર્મથી સુખરૂપ મુક્તિ છે.
પરદ્રવ્યમાં રમનારું ચિત્ત પરદ્રવ્યમય બને છે, ત્યારે સ્વરૂપનું વિસ્મરણ થાય છે. એ ચિત્ત જ્યારે શુદ્ધાત્મામાં તન્મય થાય છે ત્યારે તે સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
હાથ પર કિંમતી હીરાની પહેરેલી વીંટી, અરે પગમાં પહેરેલા ચમકવાળા જૂતાને પણ બે-ચાર વાર જોવામાં ચિત્ત લલચાય છે, મન
આત્મસ્વરૂપ * ૧૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org