________________
આ દેહનું સૌંદર્ય નશ્વર છે, ભોગીને તે યુવતી જોઈને કામના જાગે છે. સોની તે યુવતીનાં ઘરેણાંના ઘાટ જુએ છે.
યુવતી એક જ હોવા છતાં જોનારની દૃષ્ટિના ભેદથી અભિપ્રાયમાં ભેદ દેખાય છે. આ દશ્યજગતને જ્ઞાની જુએ છે અને અજ્ઞાની પણ જુએ છે. જ્ઞાની દશ્યને ઉપયોગથી જુએ છે. અજ્ઞાની ઉપભોગદષ્ટિથી જુએ છે.
મહદ્ અંશે માનવો બહિર્મુખ હોવાથી તે પોતાને દેહદૃષ્ટિથી જુએ, તેથી તે મિત્રો, સ્વજનો કે જગતના જીવોને પણ દેહદૃષ્ટિથી જુએ છે. અને દેહદૃષ્ટિ પૂર્વગ્રહવાળી હોવાથી તે સૌને પૂર્વગ્રહથી જુએ છે. એટલે તે જીવો સાથે આત્મીયતા રાખી શકતો નથી. પરંતુ વિષમતા આવે
છે.
દેહમાં આત્મા વિદ્યમાન હોવા છતાં દૃષ્ટિ દેહ પ્રત્યે હોવાથી તેને આત્મભાવ રહિત દેહ જેવું અત્યંત શુદ્ર જીવન જીવવું પડે તે જીવનું દાસત્વ છે. અને જ્યારે તે જીવદેષ્ટિથી - ચૈતન્યદૃષ્ટિથી જુએ છે ત્યારે તેનો આત્મા મહિમાવંત બને છે, તેથી તેને સૌમાં આત્માનો મહિમા આવે છે તેથી તે સત્ત્વશાલી જીવન જીવે છે. તત્ત્વદૃષ્ટિનો પ્રકાશ નિર્ણયાત્મક છે. પુદ્ગલમાં સુખ નથી. પાંચ ઇન્દ્રિયોમાં સુખ નથી. આત્મા સિવાય અન્યત્ર સુખ નથી. આત્મામાં જ સુખ છે. આવી શ્રદ્ધાયુક્ત દષ્ટિ છે.
વળી જ્યારે તે વિશુદ્ધ મનથી જુએ છે ત્યારે તે પોતાને અને સૌને પરમાત્મ-સ્વરૂપ માને છે. અર્થાત્ જેવી તમારી દષ્ટિ તેવી સૃષ્ટિ તમને જણાય છે.
સમ્યગ્દષ્ટિવંત - આત્મષ્ટિવંતને સમગ્ર વિશ્વ સાથે આત્મીયતા હોય છે. તેથી કોઈની સાથે દ્વેષ કે વેર કરી શકતો નથી, તેથી તેનું જીવન નિષ્પાપ બને છે, તે પરમ સુખનો સ્વામી બને છે. - વાસ્તવમાં આ સમગ્ર વિશ્વ તમારું જ છે, કારણ કે પૂર્વે અનેક વાર જન્મ ધારણ કરી સર્વ જીવો સાથે તું માતા-પિતા આદિ સંબંધ ધારણ કરતો આવ્યો છું. તે દરેક સમયે માતા-પિતાએ તને સ્નેહ કર્યો છે તો તું હવે શા માટે કોઈની સાથે પણ વેરસંબંધ કરે છે.
એ સ્નેહને છેહ દેનાર તારો આ દેહ છે, દેહનો સ્વાર્થ છે, દેહાભિમાન છે, દેહદૃષ્ટિ છે, અને પૂર્વગ્રહ રહેલો છે. એથી તો તારી કુટુંબભાવના ધરાશાયી બનતી જાય છે. સ્નેહની જગાએ તું નિષ્કારણ
૧૪ x ધૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org