________________
જે રીતે વેદનમાં આવે છે, તે વેદ્યસંવેદ્યપદ છે. વેદન એટલે આત્માના ગુણોનું સંવેદન છે. તે સમ્યગૃષ્ટિને હોય છે. કષાય વેદન કરવા યોગ્ય નથી તેમ થવું તે અજ્ઞાન છે. જ્ઞાનીને કષાયનો જેટલો રસ છે તે વેદનમાં આવે છે પણ જ્ઞાની તેને હેય માને છે. જ્ઞાનીને હેય - ઉપાદેયનો વિવેક વર્તે છે. 0 મધુરમ્ - શું મધુર છે ? ૦.
વિશ્વમાં મધુરતમ જો કોઈ દ્રવ્ય હોય તો તે શુદ્ધ ચૈતન્ય છે. જે આ મધુરતાનો સ્વાદ માણે છે તેને જગતના ઉત્તમ ગણાતા પદાર્થો પણ નિરસ લાગે છે. છતાં દેહધારીને જે જે પદાર્થોની આવશ્યકતા રહે તે કુદરતનો નિયમ તેને પૂરી પાડે છે. એ મધુરતાના આનંદમાં જીવને પછી શરીર પણ ઉપાધિજનક લાગે છે. જો નિરામય આત્મિક સુખ મળતું હોય તો ભલા શરીર કે ઇન્દ્રિયોની પરાધીનતા શા માટે ?
આત્મા સર્વનો છે એ ભાવના પણ મધુરતા છે. જેમ સજ્જ ગૃહસ્થ માને છે કે અન્ય સાધનોમાં પરિવારાદિક સર્વનો હક્ક છે, ધન, ધાન્ય તો જેના વડે તે સર્વે શોભે છે તે આત્મા પણ સર્વનો છે. સત્ત્વશીલ વ્યક્તિ ધન, તન, બુદ્ધિ, બળ વગેરેને પોતાનાં માનતો નથી, તેમાં સ્વાર્થપરાયણતા છે. તેમ આત્મા એ ઉપકારી તત્ત્વ છે. આ આત્મા સૌના સુખનું કારણ બનો એવો ઉદાત્ત ભાવ તે જ્ઞાન છે. આ ભાવ જેટલો વિસ્તાર પામે છે તેટલું જીવન વિકાસ પામે છે. કૃપણ માનવની જેમ આત્મધનને દેહાદિ સુખની સ્વાર્થજનિત મર્યાદામાં ગોંધી રાખવા જેવું નથી. આત્મભાવ વિસ્તરીને પૂર્ણ બને છે.
“દેહદૃષ્ટિથી જોતાં હું દાસ છું, જીવદષ્ટિથી જોતા હું આત્મા છું અને આત્મષ્ટિથી જોતાં પરમાત્મા છું એવો મારો દઢ મત છે.”
દેહમાં રહેલા દેહીને જગત સાથેના વ્યવહારમાં ઇન્દ્રિયો સાધન છે. જગતનાં દેશ્ય પદાર્થોને જોવાનું બાહ્ય સાધન ચક્ષુ છે. અંતરંગ સાધન ઉપયોગી છે. ચમાં ચર્મચક્ષુનું આવરણ દર્શાવે છે. મનુષ્ય જો કાળાં ચશ્માં પહેરે તો તેને દેશ્યજગત કાળું દેખાય છે. અર્થાત્ જેવા રંગનાં ચશ્માં પહેરે તેવું જગત તેને દેખાય છે. કારણ કે તેનું જ્ઞાન આવરિત છે.
તે પ્રમાણે મનુષ્ય જગતને જે દૃષ્ટિથી જુએ તેવું જગત તેને ભાસે છે. શણગાર સજેલી યુવતીને જોઈને યોગીને વૈરાગ્ય પેદા થાય છે કે
આત્મસ્વરૂપ * ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org