________________
સ્વયં ઇચ્છનીય છે. એવું જ્યારે દૃષ્ટિમાં આવે એક જ ઇચ્છા શેષ રહે છે, કે શુદ્ધાત્માને પ્રાપ્ત કરવો. તેવી તીવ્ર જિજ્ઞાસા સમ્યગ્દર્શન
છે.
કોઈ ભ્રમથી કહે કે મારા ગજવામાં એક હજાર રૂપિયા છે તે મારે મેળવવા છે. એવું આત્માની બાબતમાં બન્યું છે. મારે મારો આત્મા પ્રાપ્ત કરવો છે. આ હકીકત આશ્ચર્યજનક છતાં સાચી છે. કારણ કે દેહાદિ કર્મની પ્રકૃતિથી યુક્ત આત્મા અશુદ્ધ છે. અને વિચારવાન જીવની ઇચ્છા શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાની છે. વાસ્તવમાં પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. ચીંથરે ઢાંકેલો હીરો ચીંથરું ફેંકી દીધા પછી વેચાણમાં મૂકે તો તેની કિંમત થઈ શકે. આવા શુદ્ધાત્માને પ્રાપ્ત કે પ્રગટ કરવા મહાપરાક્રમ કે તપ આદરવાં પડે છે.
પરદ્રવ્ય સાથે થયેલી ગાઢ મૈત્રી ત્યજીને મનને આત્મભાવમાં જોડવું પડે છે તે મહાપરાક્રમ છે. પરદ્રવ્ય સંબંધી સર્વ સુખબુદ્ધિનો કે તે મેળવવા સંબંધી સર્વ ઇચ્છાઓના ત્યાગરૂપી તપ કરવું પડે છે.
સ્વાત્મા કેવી રીતે જણાય ?
કર્મ અને ક્લેશ સહિત મલિન મન વડે આત્મા જણાતો નથી. પરમાત્માના ધ્યાન વડે મનશુદ્ધિ થતાં પ્રતીતિ આવે છે કે હું આવો શુદ્ધાત્મા છું. પરમાત્માના ધ્યાન વડે આત્માની પ્રતીતિ થવાથી આત્મધ્યાન સરળ બને છે. પરમાત્માના ધ્યાન વડે પ્રતીતિ અને આત્મધ્યાન વડે અનુભવ થાય છે.
“આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.''
પરમાત્માના ગુણમય સ્વરૂપમાં એક આંખની પલક જેટલો સમય તદાકાર થાય તો પ્રથમ કર્મોનો ઢગલો ક્ષીણ થઈ જાય છે. કર્મોનો હ્રાસ થવાથી જીવની ક્ષયોપશમલબ્ધિ પ્રગટ થાય છે પછી વિશુદ્ધિ કરતો આત્મા વીતરાગભાવનાથી ભૂષિત થઈ મોહનાં વાદળોને વિખેરી નાખે છે. શુદ્ધ આત્મધ્યાનના આ સામર્થ્યને જાણીને દુ:ખ અને આવાગમનવાળી સર્વ ઇચ્છાઓનો ત્યાગ કરી શુદ્ધાત્મામાં વૃત્તિને જોડવી. એકવાર બહારની સર્વ ઇચ્છાઓથી મન મુક્ત થાય છે ત્યારે તેને અવશ્ય આત્મિક સુખનો અનુભવ થાય છે. પોતાથી પોતાનું સુખ જ્ઞાનીને સ્વસંવેદ્ય છે. જેમાં અન્ય પદાર્થ કે નિમિત્તની આવશ્યકતા નથી. સ્વસંવેદ્ય આત્મિક સુખની પ્રાપ્તિ એ માનવજીવનની સાર્થકતા છે. જ્ઞાની શાતા હોવાથી સ્વને જાણે છે, અજ્ઞાની પરને જાણવાનો ભ્રમ સેવે છે. આત્માના શુદ્ધ પરિણામ
6
Jain Education International
૧૨ * શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
www.jainelibrary.org