________________
“હું શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે
અન્ય કંઈ મારું નથી, પરમાણુ માત્ર જરી અરે.” આહારાદિ સંજ્ઞાઓનું મન, વચન અને કાયા પર પ્રભુત્વ છે. દાનાદિ વડે જ્યારે ભાવ નિ:સ્વાર્થ બને છે ત્યારે તે સંજ્ઞાઓનું સ્વામિત્વ વિરમે છે. આત્મભાન જાગૃત થાય છે.
ગિર દાનથી દરિદ્રતા જાય છે. જ શીલથી લઘુગ્રંથી જાય છે. મિ તપથી ક્ષુદ્રતા જાય છે. * ભાવથી પામરતા જાય છે.
જીવો પ્રત્યેના અમૈત્રીભાવનો ત્યાગ કરવો તે માર્ગ છે, માર્ગાનુસારિતા છે. તેનાથી આત્મભાવનું (સ્વભાવનું) મંગળમય પ્રભાત ઊઘડે છે.''
0 આત્મ-પરિચય 0. હું કોણ છું ? સંસારી જીવો પાસે એનો કોઈ જવાબ નથી. કદાચ તમે સાંભળ્યું હોય કે હું આત્મા છું તો પણ જીવને તેનો પરિચય નથી. જીવની તદ્દન સમીપ કોઈ વસ્તુ હોય તો તે આત્મા છે. યદ્યપિ જીવ અને આત્મા એક જ છે. એ આત્મા દેહમાં રહેલો છે. હરવાફરવાની કે શ્વાસની ક્રિયાથી તેને જાણવો તે કેવળ બાહ્ય ઉપચાર છે.
પરમ શુદ્ધ તત્ત્વરૂપે તેનો પરિચય નિર્વિકલ્પ સમાધિરૂપ તપ વિના મોટા મહાત્માઓ પણ તેને જાણી શક્યા કે માણી શક્યા નથી.
શ્વાસ આદિ ગુગલના સંયોગમાં થતી ક્રિયા છે. તે ક્રિયા બંધ થતાં જીવનો વર્તમાન દેહ સાથે સંબંધ નષ્ટ થાય છે. પરંતુ સદા જીવની સાથે રહેતું જે તત્ત્વ છે તે શુદ્ધ ચૈતન્ય છે, તે જ્ઞાનમય છે. તે જ્ઞાન સ્વ-પર--પ્રકાશક છે. એટલે આત્મા પર પદાર્થોને જાણે છે. અને સ્વસ્વરૂપને પણ જાણે છે. પર પદાર્થને તન્મય થઈને કે તેમાં પ્રવેશ કરીને જાણતો નથી. પરંતુ જ્ઞાનમય ગુણને કારણે જાણે છે;
જ્યારે આત્મા આત્માને તન્મયપણે જાણે છે. આત્માની જ્ઞાનમય શક્તિ વિશ્વવ્યાપી છે. દેહના સંબંધથી દેહ પ્રમાણ છે. પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થ આત્મા છે (આત્મ ગુણ)
જીવ માત્ર ઇચ્છાવાન છે. એ ઇચ્છા અનેક ભેદવાળી છે. એ અનેક ભેદયુક્ત ઈચ્છા બંધનનું કારણ છે. પરંતુ એ ઇચ્છા કરવાવાળો
આત્મસ્વરૂપ * ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org