________________
જીવના ઉત્થાન અને પતનનો આધાર સ્વભાવ અને વિભાવ પર છે. જો જીવ સ્વભાવમાં છે તો સમ્રાટ છે. જીવ જો પરભાવમાં છે તો દરિદ્રી છે.
સ્વભાવમાં રાગાદિ રહિત પવિત્રતા છે. તેથી તે નિર્દોષ પ્રેમ જેવા શુદ્ધ ભાવોથી ભરપૂર છે. મૈત્રી આદિ ભાવનાઓથી કોમળ છે. આત્મભાવથી સમતાસ્વરૂપ છે. સ્વલક્ષણપૂર્ણ જ્ઞાનમય છે. શક્તિથી અનંત
જેમ ગૃહસ્થને ગૃહત્યાગ કરી બહાર ભટકવું પડે તે દુઃખદાયક છે, તેનાથી પણ વિશેષ દુઃખદાયક યોગીને સ્વભાવ ત્યજીને પરભાવમાં રખડવું તે છે.
સ્વભાવમાં જવાનો પ્રારંભ કેમ કરવી ?
સંસારભાવને કારણે અનાદિકાળથી જીવ સ્વભાવથી મૂત થઈ દૂર નીકળી ગયો છે. તેથી ઇન્દ્રિયો દ્વારા અનેક પદાર્થોથી લૂંટાઈ રહ્યો છે. કષાયો દ્વારા સંક્લેશ પરિણામ વડે પરભાવમાં પીડા પામતો રહ્યો છે. આહારાદિ સંજ્ઞાને કારણે પરવશતાની જંજીરમાં જકડાઈ ગયો છે. આવી પરભાવયુક્ત દશાથી તે સમ્રાટ છતાં કંગાળ દશા ભોગવે છે.
ગૃહસ્થ સ્વભાવમાં જવા અર્થાત્ સ્વનો યોગ કરાવી આપનારા દાન, શીલ, તપ અને ભાવમાં જીવનને જોડી દેવું. જીવન જેમ જેમ દાનાદિ અનેક ભાવમાં જોડાશે તેમ તેમ અશુભભાવનો ત્યાગ થશે. શુભભાવમાં ટકવાથી આત્મવિચાર થશે. જે સ્વભાવ પ્રત્યે લઈ જશે.
દાનમાં કેવળ ધનનું માધ્યમ કે માહાસ્ય નથી; તે દ્રવ્યદાન છે. સ્વભાવમાં જવા ભાવદાન છે તે દાન ઉત્કૃષ્ટ એ રીતે થાય છે કે કેવળ હુંની ચિંતા સર્વની ચિંતામાં, પરહિતચિંતામાં પરિણમન પામે છે. એટલે સ્વાર્થજનિત ભાવોનો ત્યાગ થઈ સમાનભાવનું નિર્માણ થાય છે. હું દેહ છું તેવું દેહાદિનું સ્વામિત્વ ટળે છે.
શીલ : ઇન્દ્રિયો અને મનનો સંયમ છે. સંયમ દ્વારા મનને આત્મભાવમાં જોડવું તે શીલ છે. સ્વનો યોગ છે. આત્માનો આત્મરૂપ અધિકાર પ્રગટ થાય છે.
તપ : આત્મા પર લાગેલી અશુદ્ધિને તપાવીને દૂર કરે છે. સ્વભાવરૂપ નિર્મળતા પ્રગટ થાય છે.
ભાવ : આત્માની પવિત્રતા આત્માને બોલતો કરે છે. સ્વભાવને પ્રગટ કરે છે.
૧૦ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org