________________
ગર, થિી. તે વી
ન શકાય તે અનન્ય. જે કોઈ યંત્રથી માપી ન શકાય તેવું અમાપ તે છે આત્મતત્ત્વ, કેવળ અનુભવાત્મક તત્ત્વ. ઇન્દ્રિયોથી અગોચર; બુદ્ધિથી અગમ્ય.
વ્યવહારમાં પણ સાગર, પૃથ્વી કે શૈલેશ પર્વતનું કોઈ ફૂટપટ્ટીથી કે ગજથી માપ નીકળી શકતું નથી. તે સ્વીકારવું જેમ સહજ છે. તેમ ચૈતન્ય શક્તિનું માપ કોઈ યંત્ર કે તંત્રથી કરવું તે અશક્ય છે.
કદાચ દુન્યવી વસ્તુની ચકાસણી આપણે અપેક્ષિત પદાર્થોથી કરી શકીએ. જેમકે કેવાં વસ્ત્રો સારાં, કેવા પદાર્થો ઉત્તમ. કેવા દેશ-પ્રદેશો સુંદર વગેરે. પરંતુ ચૈતન્યના મૂળ સ્વરૂપમાં આવો ભેદ પાડી શકાતો નથી. ચૈતન્યરૂપ આત્મા તેના ગુણોથી વ્યક્ત થાય છે. દયા, પ્રેમ અહિંસા વાત્સલ્ય, મૈત્રી વગેરે ગુણો આત્મસાત્ થવા માટે મહાત્માઓ પૂરું જીવન ખપાવી દે છે. તેનાથી શું લાભ એ બૌદ્ધિક પ્રશ્ન અસ્થાને
તે અશથથી કરી
એક જંતુની દયા ખાતર. અહિંસા ખાતર મુનિઓએ દેહને ત્યજી દીધા છે. કેમ ? તેમને માટે સ્વ-પર જીવત્વની સમાનતા છે. એ આત્મભાવ છે. આત્મભાવ પૂર્ણ સમર્પણતાનું સૂચક છે.
એટલે આત્મભાવને પૂરો ભાવ આપવાથી જ ભવનિસ્તાર થતો હોય છે. ભવનિસ્તારથી ભવસ્થિત સંસારસ્થ બધા જીવોને એકાંતિક અભયનું દાન અનંતકાળ પર્યત થતું જ રહે છે. આ રીતે આત્મભાવનું મૂલ્ય અમૂલ્ય છે.”
આત્મભાવ – સ્વભાવ
પરભાવ - વિભાવ સ્વભાવ સ્વાશ્રયી છે પરભાવ પરાશ્રયી છે ભાવ મૂળ ચેતના છે, ભૌતિક જગતના જડ પદાર્થોમાં રૂપ, રંગ કે સ્પર્શાદિ હોય છે પણ ભાવ નથી. જડ જગત ભાવશૂન્ય છે. આશ્ચર્ય એ છે કે ભાવશૂન્ય જડ પદાર્થો સાથે ભાવસ્વરૂપ ચેતનાનું તાદાત્મ થાય છે. આથી વિવિધ પદાર્થોથી ભરેલા બજારો જીવંત લાગે છે. જ્યાં મનુષ્ય દીનહીન થઈને દોડ્યા જ કરે છે. શું એ પદાર્થો કે તે પ્રત્યેના પરભાવ આપણને બોલાવે છે ? વગર આમંત્રણે કેવું જબરજસ્ત આકર્ષણ પેદા થાય છે. પણ ભાઈ ! તે પદાર્થોની પ્રાપ્તિથી કે વૃદ્ધિથી તારો ઉત્થાન નથી.
આત્મસ્વરૂપ * ૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org