________________
ગુરુ આજ્ઞાપાલનથી તેમના અનુગ્રહ વડે જ્ઞાન ધ્યાન વગેરેની પ્રાપ્તિ સરળપણે સંભવ છે. મોક્ષમાર્ગ એક છે પણ તે માર્ગમાં જરૂર બની
૧. આજ્ઞાપાલક, ૨. આજ્ઞાકારક.
આજ્ઞાપાલકનો અપૂર્વ સ્નેહ અને આજ્ઞાકારકનો અનન્ય અનુગ્રહ બંનેના મિશ્રણથી મોક્ષમાર્ગ સાધ્ય બને છે. શુદ્ધ આત્મદ્રવ્ય સ્વયં મોક્ષસ્વરૂપ છે. વિશ્વમાં મૂલ્ય આ આત્મદ્રવ્યનું છે. શુદ્ધપણે આત્મદ્રવ્ય પ્રગટ થવામાં ઘણાં રહસ્યો ખૂલે છે. તે છે શ્રદ્ધા સહિતની અંતર-બાહ્ય ક્રિયા. શ્રદ્ધાનું મૂળ નિસ્પૃહ ભક્તિ. ભક્તિનું મૂળ જેની ભક્તિ કરવાની છે તે ભગવાનના અચિંત્ય સામર્થ્યનું જ્ઞાન. આ સર્વ રહસ્યોમાં આત્મદ્રવ્યની મુખ્યતા છે. તે આત્મા અને પરમાત્માનો પરિચય કરાવનાર ગુરુજનો પ્રત્યે આદર અને આજ્ઞાપાલનની મુખ્યતા છે.
પ્રભુના અનુગ્રહ વડે આત્મજ્ઞાન, સક્રિયા અને શ્રદ્ધા વગેરે ઉત્પન્ન થાય છે એવો નિર્ણય સમ્યગ્દષ્ટિ જીવને દઢ હોય છે.
૦ સ્થળ-કાળ નિરપેક્ષ આત્મામાં અવસ્થાન ૦ આત્મામાં સ્થિરતા એ મુક્તિના સોપાનરૂપ અનુષ્ઠાન છે. આત્મામાં સ્થિર થવું એટલે જ્યાં સૂર્ય-ચંદ્રાદિના પ્રકાશની કે કાળની ગણતરી માટે યંત્રની જરૂર નથી; આવશ્યકતા નથી. કારણકે આત્મા સ્વયં જ્ઞાનપ્રકાશયુક્ત છે. આત્મદ્રવ્ય અત્યંત સ્થિર છે. બહાર ભમતો ઉપયોગ અંતરમાં સ્થિર થાય છે ત્યારે તે અનંતગુણમય આત્મવૈભવનો સ્વામી બને છે. તે દ્રવ્ય અચિંત્ય, ગુપ્ત છે, છતાં તેનો વૈભવ અનુભવાત્મક છે. પણ ત્યાં કોઈ વિરલ વ્યક્તિ જ પહોંચે છે.
દરેક આત્મા સ્વસ્વરૂપે છે. તમારા આત્મામાં તમે વસો છો. તેનાથી તમે તદ્દન સમીપ છે, તેથી તેને પ્રાપ્ત કરવો સરળ અને સુગમ છે. પરંતુ પરપદાર્થના પરિચયે જીવને તે દ્રવ્યના વૈભવ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ કે સામર્થ્ય આવ્યું નથી. અર્થાત્ અશ્રદ્ધા, સંશય અને વિપર્યયને કારણે તેનું દર્શન દુર્લભ થયું છે.
આત્મામાં સ્થિર થવાથી જીવ એવા સ્થળમાં સ્થિત થાય છે, કે જે સ્થળે સૂર્ય, ચંદ્ર કે અગ્નિના પ્રકાશની આવશ્યકતા રહેતી નથી.” આત્મભાવનું મૂલ્યાંકન :
અમૂલ્ય : જેનું મૂલ્ય થઈ ન શકે, જેને કોઈ પદાર્થ સાથે સરખાવી
૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org