________________
ભાવ, લાગણી ઇત્યાદિ મન એ વિકલ્પોનો પૂંજ છે. વગર ખોટકાયે એ વિચારતંત્ર યંત્રની જેમ ચાલ્યા જ કરે છે. તેની નિરર્થકતાનો પાર નથી. આ વિચાર-સંગ્રહ પરિગ્રહ છે. અન્ય ઈદ્રિયોની અપેક્ષાએ મન સૂક્ષ્મ છે તેથી વિચાર સંગ્રહ પણ સૂક્ષ્મ છે.
વિચારથી મુક્ત થવા ધ્યાનનું અવલંબન છે. મન-ભાવ આત્મામાં જોડાય છે ત્યારે વિચારો શાંત થાય છે. પ્રારંભમાં શાસ્ત્રબોધ કે સત્સંગથી સવિચારણા જાગૃત થાય છે. મન શાંત થતાં તત્ત્વની અનુભૂતિ થાય છે. મનની નિરવતામાં અનંતગુણ આત્મા પ્રગટે છે. ચંચલ મન હંમેશાં આઘાત-પ્રત્યાઘાતવાળું હોય છે. તે શાંત થાય છે ત્યારે જ ઉપયોગ-ભાવમન સત્યને કે તત્ત્વને ગ્રહણ કરે છે. મનનું આત્મામાં વિલીન થવું તે જ જ્ઞાનદેષ્ટિ - તત્ત્વદૃષ્ટિ આત્મસ્થિરતા કે પ્રશાંતાવસ્થા છે.
તમે વિચારને કે મનને શોધવા જશો કે તે પ્રત્યે ધ્યાન આપશો ત્યારે તે ક્ષણે તે ગાયબ થઈ જશે, કારણ કે મન અને વિચાર અભેદ વસ્તુ છે અને આત્મસાક્ષાત્કારનું સાધન નિર્વિચારદશા છે.
અજ્ઞાનાવસ્થામાં મહામૂંઝવણ એ છે કે આ આત્મા શું છે ? ક્યાં છે ? અનુભવમાં કેમ આવતો નથી ? પણ જ્યાં આ ચિત્ત-મનયુક્ત ચેતના સ્વયં નિર્વિચારદશામાં આવે છે ત્યારે આત્મા તો જ, તે દશાનો અનુભવ તે સ્વયં આત્મા છે.
વિચાર એ બહારથી આવતી મલિનતા છે તેથી સ્વાનુભૂતિમાં બાધક છે. તે મલિનતા જો અટકી જાય તો જે શેષ રહે છે તે શુદ્ધ ચૈતન્ય છે. પરંતુ વિચારના ગંજના ગંજ ખડકાઈ ગયા છે, તે સંસ્કારરૂપે ઘર કરીને રહ્યા છે. તેને છોડવા મુશ્કેલ છે, પરંતુ અસંભવ નથી. પ્રારંભમાં અસમાંથી સદ્ પ્રત્યે મનને વાળવું પડે છે તે સત્સંગ જેવા નિમિત્તથી સુલભ છે. ત્યાર પછી તે શુદ્ધતત્ત્વના પક્ષમાં લક્ષ કરે છે. એટલે શાંત થઈ જાય છે. અર્થાત્ નિર્વિચાર થઈ જાય છે. ત્યારે આત્મા સાક્ષાત્કાર થાય છે.
વિચારની સીમા ય સુધી છે, બહાર જણાતા પદાર્થો સાથે અનુસંધાન વિચાર વડે શક્ય બને છે. તે વિચાર વડે અજ્ઞાત કે અરૂપી એવો પદાર્થ જાણી શકાય. વિચાર શ્રુતજ્ઞાન સુધી પહોચે, શાસ્ત્રાર્થ કરી શકે, પણ આત્માને જાણવાનું સાધન માત્ર જ્ઞાન છે.
વિચાર શક્તિ છે, તમે એને કેવું વહેણ આપો છો તે પ્રમાણે એ શક્તિ હિતાહિતને અનુસરે છે. વિચાર એ મનની નીપજ છે. જો
૨૪ : શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org