________________
તમે વિચારના સ્વામી બનો છો તો તમે તેને પકડી રાખો છો. અર્થાત્ વિચાર છોડતા નથી. જો તમે વિચારના ગુલામ બનો છો તો વિચાર તમને પકડે છે. જેમ દોરડે બાંધેલી ગાય સીધી ચાલે. માલિક આગળ અને ગાય પાછળ ચાલે છે, પણ તોફાને ચઢેલી ગાય આગળ દોડે માલિક પાછળ દોડે તેમ વિચારનું છે. વિચાર તમારા કાબૂમાં છે, આત્મા આગળ વિચાર પાછળ દોરાય છે. એટલે વિચાર આત્મવિચાર બને છે. પણ તમે વિચારના ગુલામ છો તો વિચારની પાછળ તમે દોડો છો.
વિચાર એ મનમાંથી ઊઠતા તરંગ છે. તેને તમે સાક્ષીભાવે જુઓ એના ગમા-અણગમાને જોડશો તો બંધન છે. વિચાર પર વસ્તુના આધારે ટકે છે. વસ્તુ એની એ જ હોય પણ તમારી વાસના તેના ભેદ પાડે છે. સોનાની બંગડીમાં સોનીને સોનું દેખાય. ભોગીને ઘાટ દેખાય, યોગીને પૃથ્વીનો વિકાર દેખાય. તમે તેમાં જોડાતા નથી. વિચાર શમવા માંડે છે. વિચારનું લક્ષણ આવાગમનનું છે. મનરૂપી ધર્મશાળામાં તે રહે છે વસી જાય છે, વિચારની પરંપરા ચાલે છે. જો તમે વિચારને અંતર તરફ વાળો છો તો તે સ્વકીય બની તમને ઊર્ધ્વગામી બનાવે છે. તમે તેને પ૨માં જોડો છો તે પરકીય બની તમારામાં અશાંતિ પેદા કરે છે. જે વિચાર સત્ પ્રત્યે વળે છે, તે વિવેકરૂપે પ્રગટ થાય છે. એ વિવેક પ્રજ્ઞાવંત થઈ સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે. છતાં વિચાર વિચાર છે. તેના પ્રવાહમાં ન તણાય તેને તાત્ત્વિક જીવન જીવવું સહેલું બને છે. વિચારના સાક્ષી થવાથી વિવેકદૃષ્ટિ ખૂલી જાય છે. પછી અમૂર્ત આત્મા સ્વાનુભવનો વિષય બને છે.
આત્મવિચાર સિવાયના વિચારો ઊઠે તેને લેશમાત્ર સ્થાન ન આપતા, આત્મનિષ્ઠામાં મગ્ન રહેવું. એનું જ નામ પોતાની જાતને ઈશ્વરને અર્પણ કરવી તે પ્રભુની શરણાગતિ છે.''
*
Jain Education International
આત્મસ્વરૂપ × ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org