________________
(
૨. સ્વસ્વરૂપમય મોક્ષ - મોક્ષમાર્ગ
)
શાસ્ત્રાર્થ : સમ્યગદર્શન – સમ્યજ્ઞાન - સમ્યગ્રચારિત્ર એ ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. (તત્ત્વાર્થાધિગમ)
શુદ્ધ જીવનની અપેક્ષાએ વિષયવૈરાગ્ય, કષાયત્યાગ, આત્મરાગ એ મોક્ષમાર્ગ છે. (પંન્યાસજી આત્મોત્થાનનો પાયો)
વાસ્તવમાં આ વિધાનનું એકમ મોક્ષમાર્ગ છે. જેમાં સમ્યગદર્શનાદિ ફલિત થાય છે.
વિષયવૈરાગ્ય : વિષય પ્રત્યેથી વિરક્તિ થતાં, રાગાદિ ભાવ નષ્ટ થતાં, વિષયલોલુપતા ટળી જતાં એના મૂળમાં રહેલું મોહનીય કર્મ હણાય છે, ત્યારે દૃષ્ટિનો વિકાર દર્શનમોહ ટળી જીવમાં સ્વરૂપ શ્રદ્ધાન થાય છે, એ શ્રદ્ધાનનો આલાદ વિષયની તુચ્છતાના બોધને દૃઢ કરે છે.
કષાયત્યાગ : સ્વરૂપના અનાદર જેવા કષાયો, સંસારભાવ, પદાર્થો પ્રત્યેની આસક્તિ, આહારાદિ સંજ્ઞાઓની તીવ્રતા જેવા દોષોનો ત્યાગ થવાથી ચારિત્ર-મોહનીય હણાય છે એટલે પરિણતિમાં વૈરાગ્યભાવના દઢ બને છે, ચિત્તશુદ્ધિ પરિપક્વ થાય છે. -
આત્મરાગ : જગતના પદાર્થોનું આકર્ષણ વિકર્ષણ પામે છે, ત્યારે ઇન્દ્રિયો વગેરે પણ વિશ્રામ પામે છે.
આત્મરાગ : જીવ જ્યારે વિષયોના વિકારથી કે કષાયના ક્લેશથી વિરામ પામે છે, ત્યારે તેને પોતાના સ્વાભાવિક સ્વરૂપનો આંશિક બોધ થાય છે, તે બોધ ખૂબ આનંદદાયક હોવાથી જીવને પ્રથમ રાગનું સ્થાનાંતર થાય છે. પરમાં ઢળતા રાગનું વહેણ હવે સ્વ પ્રત્યે વળે છે. પછી તો જીવને એક રટણ થઈ જાય છે. “તૂહી તૂહી' આત્માથી સૌ હીન એ તેનો પ્રાણ બને છે.
આમ મોક્ષમાર્ગને બાધક વિષય, કષાય અને રાગ હતપ્રભ થાય છે, અને વૈરાગ્ય, ત્યાગ અને આત્મજ્ઞાન ત્રણેનું ઐક્ય આત્માને સ્વસ્વરૂપે પ્રગટ કરે છે. ચિત્તને એવા ચૈતન્યમાં એકાગ્ર કરવાથી તૃષ્ણાજનિત સર્વ અનાત્મ ચેષ્ટાઓ નષ્ટ થાય છે. ભોગ-તૃષ્ણા પ્રત્યેથી મુક્ત રહેવું એ
૨૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org