________________
જ છે પરંતુ પાળનારની મર્યાદાથી તેમાં અણુવ્રત અને મહાવ્રત એવા ભેદ છે. સ્કૂલ અને સૂક્ષ્મ એવા ભેદ છે. પરંતુ બે વિરુદ્ધ વસ્તુ એક કાળે એક જ અપેક્ષાથી એક જ ધર્મરૂપ ન હોઈ શકે.
જેમકે અહિંસા ધર્મ છે તો હિંસા અધર્મ છે. હિંસા અને અહિંસા બંને ધર્મરૂપ બની શકતા નથી કે અધર્મરૂપ બની શકતા નથી.
સાધુ અને શ્રાવક બંને ભૂમિકાએ ધર્મનો આચાર યથાર્થ હોવો જોઈએ, ગૃહસ્થ સાધુની જેમ સર્વથા અહિંસા આદિના પાલનનો આગ્રહ રાખે તો તે શક્ય નથી. ગૃહસ્થને યોગ્ય વ્યાપાર, ગૃહિણીને યોગ્ય ગૃહકાર્ય કરવામાં જો એકાંતદોષ માને તો પોતે સાધુ ન બને પરંતુ યાચક બની માનહાનિ ભોગવે. તેવો ગૃહસ્થ કુટુંબને અને સમાજને ભારરૂપ થાય છે.
ગૃહસ્થ ધર્મકાર્યમાં પણ તીર્થયાત્રા, પૂજા કે ઉત્સવોમાં દોષ માને તો સંઘબળ તૂટી જાય અને સાધુજનો ઉપદેશ અને આદર્શનું કાર્ય છોડી તે તે કાર્યો કરે તો સાધુધર્મમાં દોષ આવે, માટે ભૂમિકા અનુસાર જે શાસ્ત્રવિધાનો છે તે પ્રમાણે કરવાં જોઈએ.
સંપૂર્ણ અહિંસાના પાલન માટે સર્વ જીવોના પ્રાણવધ વર્જ્ય છે. પરંતુ ગૃહસ્થોને માટે તે શક્ય નથી તેથી ત્રસ જીવોની હિંસાનો ત્યાગ અને અન્ય પ્રવૃત્તિમાં યતના બતાવી છે.
અહિંસાની જેમ સત્ય અને અચૌર્ય પણ ગૃહસ્થ સૂક્ષ્મપણે પાળી શકતો નથી. છતાં તેણે વ્યવહાર કે વ્યાપારમાં અસત્ય અને ચોરીનો ત્યાગ કરવો જરૂરી છે. ગૃહસ્થ સંસારીઓથી ઘેરાયેલો છે, તેઓ સર્વે નીતિપરાયણ હોતા નથી, ત્યારે અનિવાર્ય સંયોગોમાં તેને સૂક્ષ્મ અસત્ય કે ચોરીનો દોષ આવે છે. છતાં તે પાપભીરુ હોય તો જાગૃત રહે છે.
ગૃહ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન ન કરી શકે ત્યારે સ્વદારાસંતોષ વ્રત એ તેને માટે શ્રેષ્ઠ છે, તેથી પરસ્ત્રીસેવન જેવા પાપથી તે બચી જાય છે.
તે જ રીતે કુટુંબ નિર્વાહ માટે તેને પરિગ્રહની આવશ્યકતા રહે છે પણ પરિગ્રહની મૂરચ્છનો દોષ જાણે છે. તેથી પરિગ્રહમાં પરિમાણ કરે છે.
ભૂમિકા પ્રમાણે ધર્મનું આચરણ કરનારો ઉપર ઉપરની ભૂમિકાને પ્રાપ્ત કરે છે.
૯૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org