________________
૦ દરિદ્રતા – દુન્યવી અને પારમાર્થિક ૦ ધન, અન્ન, વસ્ત્રાદિના અભાવની દરિદ્રતા નારી નજરે જણાય છે. ધર્મ અને વિવેકની દરિદ્રતા જ્ઞાનચક્ષુ વડે જાય છે. દરિદ્રતાના અનેક પ્રકાર છે. રૂ૫, બળ, ઐશ્વર્ય, સમૃદ્ધિ વગેરેના અભાવે માણસો તે તે પ્રકારની દરિદ્રતા ભોગવે છે, તેમાં કેટલીક કાલ્પનિક છે અને કેટલીક વાસ્તવિક હોય છે.
ધનાદિની વિપુલતામાં સુખ જ છે તેમ નથી. સંતોષનું દારિદ્ર જીવને સુખ માણવા દેતું નથી. કારણ કે મનુષ્યનું સુખ કેવળ ધનથી જ મનાતું નથી. પરંતુ સાથે પુણ્યવંતો પરિવાર, આરોગ્ય, મિત્રો વગેરેનો સહયોગ પણ જરૂરી છે.
આર્થિક દરિદ્રતા કષ્ટદાયક છે, પરંતુ તેનું મૂળ તો ધર્મની દરિદ્રતામાંથી રોપાયું છે; તેથી આર્થિક દરિદ્રતા કરતાં ધાર્મિક દરિદ્રતા દૂર કરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
અલ્પમતિ જનો ભલે તે દેશનાયકો કે સમાજનેતા હોય પરંતુ તેઓ ધાર્મિક દરિદ્રતા પ્રત્યે સજાગ નહિ થાય તો તેમના ગમે તેવા પ્રયાસ છતાં આર્થિક દરિદ્રતા ટળવાની નથી. આર્થિક દરિદ્રતા ઘટતી નથી અને ધાર્મિક દરિદ્રતા વધતી જાય છે. તે ભાવિમાં અતિ કષ્ટદાયક બનશે.
આર્થિક દરિદ્રતા કદાચ ઘટી, પરંતુ સાત્ત્વિક, ધાર્મિક, પારમાર્થિક દારિદ્ર વૃદ્ધિ પામ્યું તો સંપત્તિ છતાં લોકો સુખી નહિ હોય. ધન કરતા ધર્મ ઉત્તમ વસ્તુ છે. તેથી ધર્મ સુખનું કારણ છે. જો સંસ્કારનો વિસ્તાર નહિ થાય તો સાધન છતાં જીવો દુઃખી હશે.
ધન હશે તો ધર્મ થશે તે માન્યતા મોહજનિત છે. રુચિ અને વિવેક હશે તો ધર્મ થશે. ધર્મ વિનાનું ધન અધોગતિ આપે છે, જ્યારે ધન વિનાનો ધર્મ પણ ઊર્ધ્વ ગતિ જ આપે છે. ધર્મહીનનાં ધન, બળ, સુખ કે આરોગ્ય અધિક સમય ટકતાં નથી. ધર્મ એ સુખ-શાંતિનું મૂળ છે, તે આચરેલો ધર્મ છે. ધનની દરિદ્રતા એક જન્મનું દુ:ખ છે. ધર્મની દરિદ્રતા અનેક જન્મોનું દુઃખ બની જાય છે ?
“નિશ્ચયથી આત્મસ્વરૂપ છું' આ ઉદ્ગાર સમ્યગૃષ્ટિ આત્માના છે. સામાન્ય રીતે સંસારીનાં વચનોની રમત છે હું પતિ છું, પત્ની છું, પિતા છું, માતા છું, પુત્ર
તત્ત્વ મંથન * ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org