________________
છું, પુત્રી છું વગેરે અનેક સંબંધો અને સંબોધનથી ઘેરાયેલો આત્મા ક્યારે પણ સ્વરૂપ સંબોધનમાં જઈ શકતો નથી. સમ્યગુદૃષ્ટિ આત્મા સંસારી જીવનના ઉદયવાળો છતાં હું શુદ્ધ સ્વરૂપ આત્મા છું, એ મર્યાદા ત્યજી દેતો નથી.
સમગ્ર જીવસૃષ્ટિમાં પૂરી માનવજાતિ બુદ્ધિમત્તા ધરાવે છે. સિંહ કે વાઘ મનુષ્યને ભલે ફાડી નાખે, મનુષ્ય ભલે તેનાથી ભયભીત રહે, છતાં સિંહ-વાઘ મનુષ્યને પૂરવા પાંજરું બનાવવાનો નથી. મનુષ્ય શરીરના બળથી નહિ પરંતુ બુદ્ધિના બળ વડે સિંહ-વાઘ જેવા પ્રાણીને પિંજરામાં પૂરી બકરી જેવો બનાવી દે છે.
મનુષ્યની એ શક્તિથી તે શ્રેષ્ઠ કહેવાયો નથી. પરંતુ બુદ્ધિની વિશેષતાથી તે શ્રેષ્ઠ જાતિનો મનાયો છે. બુદ્ધિ આંતરિક વસ્તુ છે, તે ઇન્દ્રિયો દ્વારા જણાતી નથી. બુદ્ધિ વડે મનુષ્ય ભૌતિક જગતમાં આશ્ચર્યકારી આવિષ્કારો પ્રગટ કર્યા છે. છતાં આ બુદ્ધિથી આગળનું એક તત્ત્વ છે, જેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. યદ્યપિ બુદ્ધિમાં કાર્ય તો જ્ઞાનનું જ છે.
સામાન્ય રીતે બુદ્ધિ એ માનવજાતિનું સત્ત્વ છે. તે નષ્ટ થાય કે વિપરીત માર્ગે વપરાય તે પહેલાં તેનું રક્ષણ કરવાની જરૂર છે. કેવળ માનવદેહના સંસ્થાનમાં મળતી આ બુદ્ધિને અસને હવાલે કરવા જેવી નથી. બુદ્ધિ સર્જનાત્મક શક્તિ છે. તેના દ્વારા કંઈ સર્જન કરો, પરંતુ એને નિરર્થક ન વેડફો. તમે જે સ્થાને છો તે સ્થાને બુદ્ધિનો ઉપયોગ સ્વ-પર હિતમાં થવા દો, કોઈ પરોપકારમાં જોડો. લેખનમાં, ગીત ગાવામાં, કુદરત સામે અમદષ્ટિથી જોવામાં, આમ નિરંતર તેનો સઉપયોગ થવાથી જે વિનાશજનક આવેગો છે તે સર્વે શાંત થશે. બુદ્ધિ સર્જનાત્મક બનશે.
સબુદ્ધિ કે અસદ્દબુદ્ધિનો આપણા જીવન ઉપર, ચિત્ત ઉપર ઘણો પ્રભાવ પડે છે. મહદ્ અંશે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ ધનપ્રાપ્તિમાં ઈન્દ્રિયસુખની પ્રાપ્તિમાં, વળી તેને કારણે જળ પ્રપંચમાં કરે છે. તેનાથી આગળ વધીને ભૌતિક ક્ષેત્રમાં સાધનસામગ્રી વધે તેના સંશોધનમાં કરે છે. કેટલાક સબુદ્ધિયુક્ત માનવો જનસમૂહની સુખાકારીમાં ઉપયોગ કરે
છે.
આ સર્વ ક્ષેત્રથી ઉપરનું એક ક્ષેત્ર છે. તે સત્વનું છે શુદ્ધ બુદ્ધિ તે ક્ષેત્રને સ્પર્શ કરે છે, ત્યારે જીવનમાં પૂર્ણ સત્ય પ્રગટ થવાની
૯૨ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org