________________
સંભાવના ઊભી થાય છે. માટે જે અસતુ છે તેનો ત્યાગ કરવાનો; સમાં બુદ્ધિને જોડવાની છે. તેને માટે વારંવાર સ્વભાવનું સ્વરૂપનું ચિંતન થવું જરૂરી છે.
બુદ્ધિ માનવદેહમાં રહેલા ચૈતન્યનું ઉત્તમ સાધન છે. તેને હણાઈ જતાં, વેડફાઈ જતાં બચાવવાનું માનવમાત્રનું કર્તવ્ય છે. તે સુવિકસિત કરવી તે માનવસમૂહની સેવા છે. વિપર્યાસ ન થાય તે માટે તત્ત્વજ્ઞાનની જરૂર છે એ તત્ત્વજ્ઞાનની રુચિ પ્રત્યે દુર્લક્ષ્ય થવું હાનિકારક છે. માટે તત્ત્વજ્ઞાનની યથાર્થ શ્રદ્ધાને કેળવવી.
૦ બુદ્ધિ જ્ઞાનનું અંગ છે બુદ્ધિમાં જ્યારે વિપર્યાલ આવે છે ત્યારે તે અજ્ઞાનરૂપે પરિણમે છે. વારંવાર જ્ઞાનસ્વરૂપ આત્માનો વિચાર કરવાથી બુદ્ધિની શક્તિનું વલણ તે તરફ થાય છે. અગર અજ્ઞાનનાં પરિબળો તેને ખેંચી લે છે. વ્યવહારમાં વસ્તુ અમૂલ્ય તેમ તેની રક્ષા જરૂરી બને છે. માટીનું કોડિયું તેલ અને દીવેટના યોગે પ્રકાશ આપે છે. વીંટીમાંનો હીરો આંગળીને શોભા આપે છે. પરંતુ કોડિયું ઓસરીમાં પડી રહે તો કંઈ ફિકર થતી નથી. અને વીંટીનું મૂલ્ય છે તેથી તેનું સ્થાન તિજોરી બને છે. '
તેમ બુદ્ધિ જીવનનું સત્વ છે. જ્ઞાનને વ્યક્ત થવાનું સાધન છે. તે લૂંટાઈ ન જાય તેમ તેનું રક્ષણ થવું જોઈએ. બુદ્ધિની રક્ષા યથાર્થ શ્રદ્ધા વડે સંભવ છે. બહિર્મુખ કે વિપર્યય બુદ્ધિ આત્માના જ્ઞાનગુણને વિકસિત નહિ કરે પરંતુ સમ્ય શ્રદ્ધા કરે તે એક સિદ્ધાંત છે.
જ્ઞાન અને શ્રદ્ધા આત્માના જ ગુણો છે. જેની શ્રદ્ધા સમ્યગું તેનું જ્ઞાન સમ્યગૂ રહેવાનું છે. બંનેનું સ્થાન એકજ છતાં શ્રદ્ધા દૃષ્ટિના વિકારને નષ્ટ કરે છે. જ્ઞાન સમજને – બોધને નવપલ્લવિત રાખે છે. સમ્યગુ શ્રદ્ધા રહિત જ્ઞાન સમ્યપણે પ્રગટતું નથી. જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાન મનાય છે. યદ્યપિ બંને ગુણો અન્યોન્ય પૂરક છે.
જીવાદિ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગુ શ્રદ્ધા છે. બોધનું પરિણમન તે સમ્યજ્ઞાન છે. મિથ્યાત્વની મંદ દશા થતાં જે જ્ઞાન અયથાર્થ જ્ઞાન હતું, તે પરિવર્તિત થઈને જ્ઞાનરૂપે પરિણમે છે. આત્મા મિથ્યાત્વની દશામાં હોવા અસદ્ગતનો અભાવ છે, મિથ્યાત્વ અતિ મંદ છે, તેથી તે જીવ તે સ્થાને હોવા છતાં સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિનો અધિકારી બની
તત્ત્વ મંથન ૪ ૯૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org