________________
શકે છે. જીવ માત્ર અભ્યાધિક જ્ઞાનયુક્ત જ છે પરંતુ સમ્યમ્ શ્રદ્ધા કે યથાર્થ શ્રદ્ધા જ જ્ઞાનને સમ્યગુ રૂપે પરિણાવે છે માટે શ્રદ્ધા સભ્યમ્ બની રહે તે માટે નિરંતર પુરુષાર્થ કરવો.
શાસ્ત્રોનું વિશાળ જ્ઞાન ધરાવનારની દૃષ્ટિ કે શ્રદ્ધા સમ્યગૂ નથી તો તે જ્ઞાન તેને ભવમુક્તિ માટે થતું નથી. પરંતુ અહંકારયુક્ત તે જ્ઞાન તેને ડુબાડનારું થાય છે. સોનાની તલવાર શસ્ત્ર કહેવાય છે, અલંકાર મનાતી નથી. તેના યથાર્થ ઉપયોગથી અજ્ઞાન વ્યક્તિ તે શસ્ત્ર વડે પોતે જ ઘાત પામે છે. તેમ જ્ઞાન સાથે સમ્યગુ શ્રદ્ધા ન હોય તો તે અજ્ઞાનરૂપે જ્ઞાનસ્વરૂપ આત્માનો ઘાત કરે છે.
શાસ્ત્રજ્ઞાન વડે જ્ઞાની મનાવનાર આત્મજ્ઞાનરહિત, કે સમ્યગુશ્રદ્ધા રહિત, કદાચ આ લોકમાં લોકપ્રશંસા પામે, તો પણ લોકસંજ્ઞા ભલું કરનાર નથી. અને પોતાની ગતિ કે સ્થિતિ પણ સુધરનાર નથી. જ્ઞાન તો લોકો અનેક પ્રકારનું ભેગું કરી તેનું પોટલું માથા પર લઈને ફરે. દુન્યવી લાભ પણ મેળવે. તેવા પ્રકારો સભ્યશ્રદ્ધારહિત હોવાથી તેને તેમાં આત્મલાભ નથી.
ભણેલ નવ પૂર્વ પણ જીવને જાણ્યો નહિ. તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ મહિ.” નવ પૂર્વનું જ્ઞાન સંયમ અને ક્ષયોપશમના આધારે પ્રગટ થતું હોવા છતાં યથાર્થ શ્રદ્ધાના અભાવે પુણ્ય સુધી પહોંચી ત્યાં જ અટકી જાય છે અને અલ્પજ્ઞાની સભ્યશ્રદ્ધાયુક્ત હોવાથી આત્મશ્રેય સાધી જાય છે.
આથી એમ સમજવું કે જ્ઞાન કરતાં સમ્યગુશ્રદ્ધા દુર્લભ છે. કારણ કે તે શ્રદ્ધા માટે દુન્યવી સ્વાર્થ, અભિપ્રાય, સ્વચ્છંદ ત્યજીને મૈત્રી આદિ શુદ્ધ ભાવનાનું અંતરંગ સામર્થ્ય જોઈએ છે. જ્ઞાનની પ્રાપ્તિમાં દુન્યવી યશ, લાભ, પુરસ્કાર જેવા હેતુઓ પણ કાર્ય કરે છે. તેની આશામાં તે બાહ્ય ઘણો પરિશ્રમ કરે છે અને ઊંચી પદવીઓ મેળવે છે. શ્રદ્ધા એ અંતરંગ સાધન હોવાથી તેમાં અંતરંગ શુદ્ધિની વિશેષતા છે. અંતરંગ શુદ્ધિ ભૌતિક વિષયોના ત્યાગથી સંભવ છે. તત્ત્વની યથાર્થ સમજથી સંભવ છે.
બુદ્ધિના વિકાસને કે ક્ષયોપશમને જ્ઞાન કહેવું કે તે વ્યક્તિને જ્ઞાની કહેવી તે પરમાર્થમાર્ગની પ્રણાલિ નથી. પરંતુ તેના તત્ત્વના યથાર્થ નિર્ણય અને શ્રદ્ધાથી તેની પરીક્ષા થાય છે. જ્ઞાન હોય પરંતુ તેની
૯૪ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org