________________
રુચિ ભૌતિક પદાર્થમાં, દુન્યવી સુખોમાં હોય તો તે પરમાર્થ જ્ઞાન નથી.
ધનાદિ દુન્યવી પદાર્થોની રુચિવાળો શુષ્ક જ્ઞાની પાપપ્રવૃત્તિથી ઘેરાયેલો હોય, અને યથાર્થધર્મની રુચિવાળો ભલે તેની પાસે શાસ્ત્રોનું કે તત્ત્વનું જ્ઞાન નથી પણ તેનું જીવન નિષ્પાપ છે, તો તે સન્માર્ગનો આરાધક છે. માટે સમ્યગુશ્રદ્ધાયુક્ત જ્ઞાન તારક છે, અને મિથ્યા કે વિપરીત શ્રદ્ધાયુક્ત જ્ઞાન ભ્રામક છે.
રુચિના આધાર પર જીવોના બે વર્ગ વિચારી શકાય. એક છે સાંસારિક દુન્યવી વૈષયિક રુચિવાળો વર્ગ જેનું સંખ્યાબળ ઘણું મોટું છે. બીજો વર્ગ છે આત્મિક પારમાર્થિક લોકોત્તર સુખની રુચિવાળો, જેનું સંખ્યાબળ ઓછું છે. છતાં પણ સંખ્યાબળથી આ સુખની તુલના થઈ શકતી નથી. કાચના ટુકડાનો મોટો કોથળો ભર્યો હોય તો પણ તેનું મૂલ્ય નથી. એક જ સાચો હીરો મૂલ્યવાન છે. પૃથ્વીને પ્રકાશવા એક સૂર્ય પર્યાપ્ત છે. જગતને ઉદ્યોત કરવા એક સપુરૂષ પર્યાપ્ત છે.
બંને વર્ગના જીવોનો પરિચય દુન્યવી સુખની રુચિવાળાને ધન ગમે છે ધર્મ નથી ગમતો.
ધનવાન ગમે છે, ધર્મવાન કે ગુણવાન નથી ગમતા. ધનપ્રાપ્તિની પ્રવૃત્તિ ગમે છે તેટલી ધર્મપ્રાપ્તિની પ્રવૃત્તિ નથી ગમતી.
સાંસારિક પ્રસંગો અને પ્રકારો તેને ગમે છે. ધાર્મિક પ્રસંગો-ઉત્સવો તેને ધમાલ લાગે છે, રુચતા નથી.
ધર્મીજનોના સંપર્કથી તે દૂર ભાગે છે, અને સાંસારિક જનોના સંપર્કમાં કલાકો ગાળે છે.
જ્ઞાનીજનો કહે છે એ જીવોની કરુણા હો ! કરુણા હો ! કરુણા હો !
પારમાર્થિક કે આત્મિક સુખની અભિલાષાવાળાને ધનની ગૌણતા છે, ધર્મની મુખ્યતા છે. હીરા ઝવેરાત આદિ તુચ્છ લાગે છે, ધર્મ, ધર્મનાં સાધનો મૂલ્યવાન લાગે છે. તેને ધનવાંછુનું જીવન વ્યર્થ લાગે છે. ધર્મવાનનું જીવન સાર્થક લાગે છે. ધની અને ધર્મીમાં તે જમીન આસમાન જેવું અંતર જુએ છે.
આવો ભેદ અંતરંગ રુચિને કારણે પેદા થયો છે. સૌ સુખના અભિલાષી છે, પરંતુ સુખની માન્યતા અને રુચિમાં ઘણું અંતર છે. આંતરિક રુચિના આ ભેદમાં બાહ્ય સાધનો અને સંયોગોનો મહત્ત્વનો
તત્ત્વ મંથન ૪
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org