________________
ફાળો છે. પૂર્વકર્મકૃત પ્રકૃતિનો સંસ્કાર પણ તેમાં ભાગ ભજવે છે. સવિશેષ વર્તમાનનો સંયોગ અને પુરુષાર્થ પણ રુચિમાં મહત્ત્વના છે.
અધમ રુચિવાળા જીવો ઉત્તમ મનુષ્યો પ્રત્યે વિરોધવાળા અભાવવાળા રહેવાના. તેમના સંપર્કથી દૂર રહેવાના કારણ કે લોકોત્તર પારમાર્થિક ક્ષેત્રનું તેમને માહાલ્ય આવ્યું નથી. આવી ચિભેદની અધમતા ટાળવા માટે સમ્યગૂ શ્રદ્ધા જ ઉત્તમ સાધન છે, તે સંતોના સમાગમ વડે પ્રાપ્તવ્ય છે. સમ્યમ્ શ્રદ્ધારહિત બુદ્ધિની વૃદ્ધિ કે જ્ઞાન અધર્મમાં વધારો કરશે. સંસાર – અધર્મ જીવનભર ચાલતો રહે છે. તેથી ધર્મ પણ જીવનભર હરેક ક્ષણે ચાલવો જોઈએ.
૦ જ્ઞાન શા માટે આચરણમાં મૂકી શકાતું નથી ? )
ધર્મરુચિવાળા કંઈક અંશે ધર્મારાધન કરવાવાળા પણ કોઈવાર એમ કહે છે કે અમે ધર્મ જાણીએ છીએ, અધ્યાત્મ શું તે જાણીએ છીએ પરંતુ તે પ્રમાણે થઈ શકતું નથી. અર્થાત્ જ્ઞાન આચરણમાં મૂકી શકાતું નથી. તેથી નૈતિક જીવનનું મૂલ્ય પણ ટકતું નથી. પૂરી ભારતભૂમિ જાણે અનૈતિક તત્ત્વોથી છવાઈ ગઈ છે. ક્યાંય આછું કિરણ હોય તો પણ તે પ્રકાશમાં આવતું નથી.
સામાન્ય રીતે મનુષ્યનું જીવન આંતરિક વિવશતામાં પસાર થાય છે. શાસ્ત્ર કહે છે પ્રકૃતિવશ જીવન છે. પ્રકૃતિને પરિવર્તિત કરવાની છે. નિંદાત્મક વલણને પ્રશંસાનાં પુષ્પો સુધી પહોંચાડવાનું છે, ક્રૂરતાને કરુણાના વહેણ સુધી લઈ જવાની છે, તેને પ્રેમમાં પરિવર્તિત કરવાનું છે. અગર તો આ મનુષ્યચેતના ગાઢ અંધકારમાં વિલીન થઈ જશે પછી અનંતકાળ સુધી સૂર્યનું એક કિરણ મળવું સંભવ નહિ બને.
મનુષ્યનું જીવન આંતરિક વિવશતાથી દોરવાય છે. તેમાંથી તૃષ્ણાઓ, વાસનાઓ પેદા થાય છે, તે પ્રમાણે તે પ્રવૃત્તિ કરે છે. વૃત્તિઓને યોગ્ય રીતે વાળવામાં ન આવે તો જીવનને હાનિ પહોંચે છે. વૃત્તિઓના વહેણને ખાળી ન શકાય તો વાળવાનો પ્રયત્ન કરવો, તે જ્ઞાન દ્વારા સંભવિત છે. નીતિ દ્વારા ચારિત્રનું ઘડતર થાય છે. . એ જ્ઞાન કેવળ મસ્તકનો ભાર બનવો ન જોઈએ. અહંકાર ગુમાનનું પોટલું બનવું ન જોઈએ. પોપટિયું રટણ બનવું ન જોઈએ પરંતુ તે જ્ઞાન ગુણ રૂપે પ્રગટ થવું જોઈએ. તોડ નહિ જોડ કરવાવાળું જોઈએ.
૯૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org