________________
જ્ઞાન બોધરૂપ થવું જોઈએ. તે બોધ અનુભવને આધારે પ્રગટ થતો રહે. જેમ રસોઈઘરમાં કામ કરતી મહિલાને જ્ઞાન છે, અનુભવ છે કે અગ્નિથી દઝાય છે. તેથી રોજે અગ્નિનો ઉપયોગ કરવા છતાં દાઝી જતી નથી. જાગૃત રહે છે. તેમ જાગૃત માનવ સંસારની પ્રવૃત્તિ કરે છે પણ જાગૃત હોવાથી વાસનાઓથી કે વૃત્તિઓથી પ્રભાવિત થતો નથી.
જ્ઞાન પ્રતીતિ – અનુભવરૂપ હોવું જોઈએ. તે પ્રતીતિ ચારિત્રનું નિર્માણ કરે છે. જ્ઞાન વડે જો કે નીતિમત્તા કે ચારિત્રનું નિર્માણ ન થાય તો જ્યારે આંતરિક આવેગોની આંધી ઊઠશે ત્યારે અનુભવ કે આચરણરહિત ઉપલકિયું જ્ઞાન આવૃત્ત થઈ જશે. બુદ્ધિ પીછેહઠ કરે છે. આવેગો સામે હારી જવાય છે. તોફાન શમ્યા પછી ખેદથી ઘેરાઈ જઈએ છીએ.
૦ એનો ઉપાય શું ? ) પ્રત્યેક સાધકને માટે આ પ્રશ્ન વિચારણીય છે. માટે વિચારવું કે મારા મનનો ઝુકાવ ક્યાં છે ? ધનપ્રાપ્તિમાં છે ? યશપ્રાપ્તિમાં છે ? વિષયવાસનામાં આવૃત્ત છે ? જેની તમારા પર નિરંતર અસર રહે છે તે તમારી પ્રતીતિની આછી રેખાને છિન્નભિન્ન કરે છે. ધનાદિની મૂચ્છ તમને અસત્ય, પ્રપંચ માયા જેવા અશુદ્ધ ભાવોથી ભરી લે છે. ત્યાં તમારા જ્ઞાન પર એક ભયંકર અંધકાર વ્યાપી જાય છે. મનના આવેગો શમાવવા નિરંતર સંયમમાં રહેવું જોઈએ. શુદ્ધ સ્વરૂપનું તેના ગુણોનું નિરંતર ચિંતન ટકવું જોઈએ. આવેગો તક લઈ લે તે પહેલાં શુદ્ધ સંસ્કાર કે ચિંતન દ્વારા મનને કેળવી લેવું.
મનની કેળવણી વિચાર અને આચારના સુમેળથી થાય છે. વિચાર અને આચારની સપાટીનું અંતર વિદ્વાનને પણ અંધકાર તરફ ધકેલી દે છે. ભલે વર્તમાનમાં આચરણની નબળાઈ લાગે તો પણ તેનો આદર્શ ઊંચો રાખવો. આદર્શ ઊંચો હશે તો આચરણને ઉપર લઈ જશે. વિચારને ટકાવી રાખશે.
આત્મવિચાર એ ચેતનાનું જ અંગ છે. વિચાર સાથે ચિંતન મનને જોડવાથી વિચાર પરિપક્વ બને છે. ત્યારે તે વિચારને વળગી રહેવાની નિષ્ઠા પેદા થાય છે એટલે આધાર સહજ બને છે.
જેમકે સત્ય બોલવું, મૌન રાખવું, અભક્ષ્ય આહારનો ત્યાગ કરવો. દાન કરવું, દેહ મૂર્છા ઘટાડવી, વ્યક્તિ આવા વિચાર કરે, પછી તે
તત્ત્વ મંથન * ૯૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org