SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધારક નિગ્રંથ ગુરુ છે. વીતરાગ સંપૂર્ણ દોષરહિત છે, નિગ્રંથ આંશિક દોષસહિત છતાં દોષરહિત થવાના પ્રયત્નમાં લાગેલા છે. વિદ્યમાન દોષને આધીન ન થવું અને જાગૃત રહેવું તે અત્યંત આત્મબળનું કાર્ય છે. દોષની ઉપેક્ષા કરી ગુણો પ્રત્યે સતત પ્રવૃત્ત રહેવું તે સર્વ જીવોથી બનવું સરળ નથી, પરંતુ વીતરાગનો શ્રદ્ધાવાન અનુયાયી તેમ કરવાને સમર્થ બને છે. નિગ્રંથ પુરુષોની ભક્તિથી દોષરહિત થવાનું પરાક્રમ સાધ્ય બને છે. નિર્ગથે પાળેલા શ્રુતજ્ઞાન અને ચારિત્રધર્મ પણ શ્રદ્ધેય છે. વીતરાગ પરમાત્માના વચન - બોધનો શાસ્ત્રમાં સંગ્રહ કરી, જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરાવવું તે શ્રુતજ્ઞાન છે એ વચનમાં અપૂર્વ શ્રદ્ધા તે સમ્યગૃષ્ટિનો પ્રાણ છે. એ વચનની પ્રતીતિ ચારિત્રનું નિર્માણ કરે છે. અન્યની પીડાનો પરિહાર. સર્વ જીવો પ્રત્યે સમભાવ, પ્રેમનીતરતો ભાવ એ ચારિત્રધર્મનાં અંગો છે. એવા ચારિત્રધર્મ પર શ્રદ્ધા તે અનુપમ બીજ છે એવા ચારિત્રશીલ મહાત્માઓનો સંસર્ગ ભવ્ય જીવને ધર્મની પ્રાપ્તિનું શ્રદ્ધેય તત્ત્વ છે. શ્રદ્ધા ગુણ છે, ગુણ ગુણીમાં રહે છે, તે ગુણી આત્મા છે, એ આત્માની શુદ્ધિ તે સ્વરૂપશુદ્ધિ છે. સંસારી જીવમાં કર્મમળ દૂધપાણીની જેમ એકમેક થઈને રહ્યા છે. તેનો વર્તમાનની આ દશાનો સ્વીકાર કરી, કર્મમળથી છૂટો પાડવાનો પુરુષાર્થ એ શ્રદ્ધાની પ્રતીતિ છે. શ્રદ્ધેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિ બંને જૈનશાસનને અભિપ્રેત છે. પૂર્ણતાની પ્રાપ્તિના હેતુવાળી પ્રવૃત્તિ મોક્ષગામી બને છે. પ્રવૃત્તિ તે પૂર્ણરૂપ નથી પરંતુ પૂર્ણતા પ્રત્યે લઈ જનારી હોવાથી કાર્યનો કારણમાં સમાવેશ થાય છે. . મુક્તિમાર્ગમાં આગળ વધવા માટે સૌથી જરૂરી વસ્તુ સત્યમાં મમત્વ, અસત્યનું અમમત્વ. એવી સમજણ જ્યારે પ્રગટે છે, ત્યારે જીવમાં સ્યાદાદની રુચિ જાગે છે. ત્યાર પછી સ્યાદ્વાદી પુરુષોનાં વચનો અને નિરૂપણો અમૃત સમાન લાગે છે.” ૦ સ્વભાવથી ધર્મ એક જ છે ) જગતમાં સ્વભાવથી ધર્મ એક જ હોય. આરાધકો અને આરાધનાની વિવિધતાથી તેના અનેક ભેદ છે. શ્રાવક હો કે સાધુ, ધર્મ તો એક તત્વ મંથન ૪ ૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001974
Book TitleShrutasagarna Bindu
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1999
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy