________________
પ્રેમ પૂર્ણ શુદ્ધ થા મા કિથિત
એક જ છે. અભેદનું પણિધાન અને પરમાત્માનું ધ્યાન અભિન્ન છે.”
વીતરાગ માર્ગ શુષ્ક નથી, પ્રેમ તત્ત્વથી મધુર છે. વીતરાગ માર્ગનો અનુયાયી અહિંસા અને પ્રેમનો આરાધક છે. અનુષ્ઠાનો, વ્રત, તપ, જપ, સ્વરૂપ પ્રત્યે લઈ જનારા નિમિત્તો છે, તો અહિંસા અને પ્રેમ સ્વયં સ્વરૂપમય છે.
પૂર્ણ શુદ્ધ સ્વરૂપે, પરમાત્માનું સહજ પ્રાગટ્ય પ્રેમ દ્વારા વિશ્વના પ્રાણી માત્રના કલ્યાણ માટે સતતપણે થતું રહે છે. એથી ત્રિવિધ તાપથી તપ્ત સંસારમાં જીવોને યત્કિંચિત સુખશાતા મળે છે. જો આ પ્રેમતત્ત્વનું સતત વહન થતું ન હોત તો માનવની પૃથ્વી નરકમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તેને માટે અલગ પૃથ્વીની જરૂર ન રહેત. એ પ્રેમનું ઝરણું મહાપુરુષો, સતીઓ કે ઉત્તમ જીવો દ્વારા વહેતું રહે છે.
અંતરમાં જેને કરુણા છે તેનો આચાર અહિંસાપ્રધાન હોય છે. તેમાં પાંચ ઇન્દ્રિયોનો અને મનનો નિગ્રહ થાય છે. એવી કરુણા અસંયમી સાધી શકતો નથી. કારણ કે સુખભોગ ખાતર, મનની તૃષ્ણાના પોષણ ખાતર જીવો અનુચિત કાર્યો કરતાં અટકતા નથી. તેથી અહિંસા સંયમનું શુરાતન માંગે છે. એ શુરાતન અહિંસામૂલક હોવાથી કરુણામાં પરિવર્તિત થઈ જીવો સુધી પહોંચે છે. સર્વોચ્ચે કરુણાના સ્વામી તીર્થકર પરમાત્મા છે. ૦ અહિંસામાં પરમાર્થ પરાયણ જીવન ૦
સર્વજ્ઞ પરમાત્માએ ઉપદેશેલું વિશ્વનું વિધાન પ્રાણીમાત્રના કલ્યાણ માટે અવિરતપણે ચાલી રહ્યું છે. ભલે તે પ્રગટપણે અલ્પસંખ્ય માનવો દ્વારા પ્રગટ થતું જણાય, છતાં એ કાર્યની સ્વયં શ્રેષ્ઠતા છે, એવી શ્રદ્ધા સમ્યગુ છે, એનો બોધ સમ્યગૃજ્ઞાન છે. અને તેવું આચરણ સમ્યગું ચારિત્ર છે. આ રત્નત્રયી વડે જીવ અગાધ સંસાર સાગરને તરી જાય છે. અને જ્યાં સુધી તે ભવ ધારણ કરે છે ત્યાં સુધી આરોગ્ય, બોધિલાભ અને સમાધિને સિદ્ધ કરતો જાય છે. કારણ કે એ રત્નત્રયી સ્વયં ધર્મસત્તા છે. તે સ્વયં પ્રાણીઓનું હિત કરનારી છે.
એ સભ્ય જ્ઞાનાદિ રાગી કે અજ્ઞાનીને પલ્લે પડતા નથી. એ જ્ઞાન કે વીતરાગતા, અંતરંગ શુદ્ધતાથી પ્રાપ્ત થાય છે અને આત્મવિશુદ્ધિ અહિંસા, તપ અને સંયમ દ્વારા શક્ય છે. સંયમાદિ દ્વારા સંકલ્પ-વિકલ્પ
૧૫ર * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org