________________
શમી જવાથી એ જ્ઞાન પૂર્ણ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે. અહિંસાથી કાયા, સંયમથી ઇન્દ્રિયો અને તપથી મનની યતના થાય છે. ત્રણે સ્નેહરૂપ છે, તે ઉત્કૃષ્ટ વાત્સલ્ય છે એ વીતરાગતા સુધી લઈ જાય છે.
નાનીસરખી આગને ઘડો પાણી શાંત કરી શકે પરંતુ વનના દાવાનળને તો મેઘની ધારા જ શાંત કરી શકે. તેમ તપ જપાદિ અનુષ્ઠાનો નિર્જરા કરે પરંતુ સર્વ જનહિતાયની સર્વોત્કૃષ્ટ ભાવના સંસારના સંપૂર્ણ દુઃખોને શમાવી શકે. તપ આદિ દ્રવ્યક્રિયાને ભાવક્રિયામાં પરિવર્તિત કરનાર જ્ઞાન ઉપયોગ છે તેની યતના કે જાગૃતિ સર્વ કર્મ ખપાવે છે.
પરમાર્થ પરોપકારનું મહાન કાર્ય વિશ્વ કલ્યાણના પ્રણેતા તીર્થંકર દ્વારા થાય છે. તેની ફળશ્રુતિરૂપે વિશ્વપ્રકૃતિ તેમના જન્મકલ્યાણ ઊજવે છે. ક્ષણમાત્ર સુખનો અનુભવ કરે છે. તીર્થંકરના દિવ્ય બોધનો ધોધ શાસ્ત્રરૂપી ગાગરમાં ઝિલાય છે. તેમાંથી સત્ય શાશ્વત તત્ત્વો મંત્ર, યંત્ર અને તંત્ર જેવાં રહસ્યો પ્રગટ થાય છે. તે દ્વારા વિશ્વ કલ્યાણનું કાર્ય અવિરતગતિએ ચાલે છે. માટે તીર્થંકરાદિની ભક્તિને મુક્તિની યુક્તિ કહી છે.
૦ અહિંસા હિંસાનું નિદાન ૦
સંસારમાં મહદ્અંશે અલ્પ-અનિયત આયુષ્ય, દુ:ખ, રોગ, સંઘર્ષ, આકુળતા જોવા કે અનુભવવામાં આવે છે, તે હિંસાનું પરિણામ છે. તે પૂર્વે આચરેલા હિંસાયુક્ત કાર્ય ભાવનું પરિણામ હોય છે. અને જ્યાં દીર્ઘાયુષ્ય સજ્જનતા, નિરોગીતા કે માન આદર છે તે સર્વે અહિંસાનું પરિણામ છે. જે પરંપરાએ યથાર્થ જ્ઞાનાદિની સન્મુખ કરે
છે.
આમ હિંસાથી દુઃખ અને અહિંસાથી સુખ તેવું યથાર્થ ભાન થયા પછી દુઃખમૂલક હિંસાથી બચવા માટે અને અહિંસાના પાલન માટે અંશે પણ તેની ગૌણતા થવી ન જોઈએ. જે વસ્તુ મને દુઃખદાયક છે તે અન્યને માટે ઇષ્ટ ન જ હોય. એથી જ્ઞાની અને નિઃસ્પૃહ આત્માઓએ સ્વ-પર ઉભય હિંસાને દુઃખરૂપ માની છે અને સ્વ-પર અહિંસાને સુખરૂપ માની છે. એમાં જેટલી ક્ષતિ તેટલી બાધા છે. હિંસા દુઃખરૂપ છે. દુઃખના કારણરૂપ છે, અને દુઃખની પરંપરાનું
અહિંસા પરમો ધર્મ × ૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org