________________
જવાબ પ્રેમથી મળે છે, વેરનો જવાબ વેરથી મળે છે. પ્રેમથી વેર શમે છે. વેરથી ઝેર ઉત્પન્ન થાય છે.
વાસ્તવમાં કોઈ કોઈને સુખ-દુઃખ આપી શકતું નથી પરંતુ નિમિત્તાધીન સંયોગમાં પરસ્પર જીવો સુખ-દુઃખનું કારણ બને છે. પ્રિય-અપ્રિયનું કારણ બને છે. પરંતુ યોગી, કે સાધક સુખના કે દુઃખના નિમિત્તમાં, અન્ય પ્રત્યે આત્મવત્ દૃષ્ટિ રાખી સુખનાં કારણોને ઇષ્ટ કે દુઃખના કારણો અનિષ્ટ માનતો નથી.
મને આ વ્યક્તિ પ્રિય છે અને અમુક અપ્રિય છે તેવા ભાવથી તેવા સંયોગમાં રાગદ્વેષ કરતો નથી, પરંતુ સર્વમાં આત્મવત્ ભાવના રાખે છે.
પોતાને કોઈ હશે કે દુ:ખ આપે તો તેને દુઃખદાયક લાગે છે. તેમ અન્યને પણ તેમ કરવાથી દુઃખ થશે તેમ માની હિંસા કરતો નથી. આથી જીવમાત્ર પ્રત્યે દ્વેષનો અભાવ પ્રેમનો સદ્ભાવ તે અહિંસા કહી. જીવમાત્ર ચૈતન્ય લક્ષણથી સમાન છે તે ભાવને જીવમાત્ર સાથે જોડવો તે અભેદનું અનુસંધાન છે.
અહિંસાના મુખ્યત્વે બે ભેદ છે. દ્રવ્ય અહિંસા (બાહ્ય) અને ભાવ અહિંસા (અંતરંગ). બાહ્ય અહિંસા અન્ય જીવોને હણવા નહિ. મન, વચન, કાયાથી તે જીવો પ્રત્યે પ્રેમ-વાત્સલ્ય રાખવા. ભાવ અહિંસા એટલે જીવે પોતાના જ કલ્યાણ માટે રાગાદિભાવ રૂપ હિંસા ન કરવી. રાગાદિ ભાવ વડે સ્વના ગુણો હણાય છે. આમ દ્રવ્ય અને ભાવ અહિંસાની ઉપાસનાથી અહિંસા પરમો ધર્મ મનાય છે.
અન્ય જીવો પ્રત્યે રાગ કે દ્વેષ કરવો એટલે સ્વભાવથી ચ્યુત થઈ વિભાવમાં જવું, તે સ્વભાવનો ઘાત-ડ્રાસ છે. તેથી જીવનું અનિષ્ટ થાય છે. અન્યને હણવામાં ભાવ તો દૂષિત છે, પરંતુ અન્યના દુઃખનું કારણ થવું તે સ્વને અપરાધી બનાવીને સ્વનું જ અનિષ્ટ છે.
અહિંસાનું પાલન શુરાતન માંગે છે. અર્થાત્ દુવૃત્તિઓને વશ રાખવી પડે છે. ક્રોધાદિ કષાયનો નિગ્રહ કરવો પડે છે. વિષયોથી દૂર થવું પડે છે. અસત્ ક્રિયાઓ વર્જ્ય થાય છે. અહિંસા પાલન પળે પળનો હિસાબ માંગે છે. બહારમાં મન, વચન કે કાયાએ કોઈ જીવ દુભાતો નથી કે હણાતો નથી. અંતરંગ તો જાણે સર્વ જીવોના વાત્સલ્ય અને નિર્દોષ પ્રેમથી ભરપૂર છે.
“અહિંસા એ સાક્ષાત પરમાત્મ સ્વરૂપ છે, પ્રેમ અને પરમાત્મા
અહિંસા પરમો ધર્મ × ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org