________________
પર છે
૮. અહિંસા પરમો ધર્મ
ક
આ સૂત્ર પરમાર્થ પંથના પથિકને શ્રવણમાં આવ્યું હોય છે. એ સૂત્રના ધર્મને પાળવાનો અને પામવાનો તે યત્કિંચિત પ્રયાસ કરતો હોય છે. પરંતુ સામાન્ય માનવોને આવાં સૂત્રો હવે પૂરાણાં જણાય છે, તેનું તાત્પર્ય તેથી તેમની સમજમાં બોધરૂપે પરિણમતું નથી. એટલે તે ધર્મ પરમ હોવા છતાં જીવ પામરતા ખંખેરીને જાગૃત થતો નથી. વળી પ્રસંગે તેનો થોડોક મહિમા જાણી જણાવી સૌ સંતુષ્ટ થઈ જાય છે. તેવા આ કળિયુગમાં પૂજ્ય પંન્યાસજીએ પોતાના અનુભવના નિચોડરૂપે કેટલાંક રહસ્યો આપણને ખોલી આપ્યાં છે. ' “જીવમાત્ર સાથે દ્વેષનો અભાવ અને પ્રેમનો સદ્ભાવ તે અહિંસા છે. જીવમાત્ર સાથે અભેદનું અનુસંધાન તે સમાપત્તિ છે.
“આત્મવત્સભૂતેષુ સુખ દુઃખે પ્રિયા પ્રિયે, ચિત્ત યજ્ઞાત્મનોડ નિષ્ઠાં હિંસામન્યસ્ય નાચરેત”
સુખમાં કે દુઃખમાં, પ્રિયમાં કે અપ્રિયમાં સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મવત્ જોનારો પોતાને માટે હિંસાને અનિષ્ટ માનતો અન્યની હિંસા ન કરે.
સામાન્ય રીતે આપણે અહિંસાનો અર્થ એમ કરીએ છીએ કે કોઈની હિંસા ન કરવી કે કોઈ જીવને મારવો નહિ. અહિંસાનો અર્થ આટલો સીમિત નથી. સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત થાય તેવો એ પરમ ધર્મ છે.
૦ દ્રવ્ય અહિંસા ભાવઅહિંસા ૦ મનુષ્યનો જીવો સાથેનો સંબંધ રાગદ્વેષયુક્ત હોય છે. તે દ્વેષયુક્ત કે દ્વેષની છાયાવાળા રાગને પ્રેમની ઉપમા મળતી નથી. પ્રેમ શબ્દનો અર્થ સ્થૂલ કરવાથી તેમાં કંઠ ઊભું થવાનું. પરંતુ અહિંસાભાવથી ફલિત થતો પ્રેમનો અર્થ એકમાર્ગી છે. અપેક્ષા, અભાવ, આકુળતા રહિત ભાવ તે પ્રેમ છે. જેના સંસારની આસક્તિ ટળી છે, સ્વાર્થીદિ શમ્યા છે તે આ તત્ત્વને ઉપાસે છે, તેને યોગી કહેવામાં આવે છે.
માનવી જગતમાં ઋણાનુબંધ લઈને જન્મે છે. જેવા ભાવે તેણે - જીવો સાથે વ્યવહાર કર્યો છે, તેવા ભાવોનો પ્રત્યુત્તર મળે છે. પ્રેમનો
૧૫૦ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For private & Personal Use Only
www.jainelibrary.org