________________
વળી ભૌતિક જગતના સુખના કારણને પણ તેઓ જાણતા નથી. આવા સત્યને નહિ સમજવાથી જીવો વિના પરિશ્રમે, વિના અધિકાર ઇચ્છિત વસ્તુનું સુખ મેળવવાની મનોદશા ધરાવે છે, અને તેથી સદાચારને બદલે દુરાચાર સેવે છે અને એ સુખનાં સાધન મેળવવા અન્ય દેવ-દેવીઓને માનીને, તેના ચમત્કારનો ભ્રમ સેવે છે. વળી તે દેવ દેવીઓ સુખ આપશે તેવા ભ્રમમાં સત્ય પુરુષાર્થને છોડી દે છે. આમ જીવનનું અવમૂલ્યન કરે છે.
જીવ ! તું ભલે અજ્ઞાન છે, પરંતુ કર્મ ફળના કાર્ય કારણનો સંબંધ કંઈ ભૂલથાપ ખાવાનો નથી. અશુભ કર્મ કરીને સુખને ઇચ્છનારા, યોગ્યતા વગર ઇચ્છિત ફળને ઇચ્છનારા, વિના પરિશ્રમે મેળવેલું, કે
અનીતિથી મેળવેલું હશે તેનું ફળ અચૂક પામે છે. તેવો અવિચળ નિયમ છે.
જેવું કર્મ હોય તેવું સ્વતઃ ફળ આવે છે. માટે જ્યારે દુઃખદ ફળ મળે ત્યારે વિચારવું કે આ મારું કરેલું જ પાછું મળ્યું છે, કંઈ અધ્ધરથી આવ્યું નથી. માટે જો દુઃખ ન જોઈતું હોય તો દુઃખના કારણરૂપ પાપનો દુરાચરનો, દુષ્કૃત્યનો, સાથ ત્યજી દે, તે તને કેવળ હલાહલ વિષનું પાન કરાવનાર છે.
વળી કોઈ સુકૃત કરીને ફળાસક્ત ન થતો. તેવી મનોવૃત્તિ જીવને સ્વાભાવિકતાથી ટ્યુત કરે છે. જીવનું લક્ષ્ય ઉત્તમ પ્રકારના વાવેતરનું હોય તો તેને આસક્તિ રહિત બનાવે છે.
કાર્ય-કારણ સર્વથા ભિન્ન નથી. પરંતુ એક જ ક્રિયાની વહેલી મોડી થતી અવસ્થાઓ છે. એ રીતે કર્મ અને ફળ જુદાં નથી. કર્મ કારણ છે તો ફળ કાર્ય છે. કર્મના પ્રારંભ સાથે જ ફળની શરૂઆત થાય છે.
આપણને દેખાય કે ન દેખાય પણ કર્મના ફળનો નિયમ અસંદિગ્ધ છે, સત્ય છે, અફર છે. સાવ મફતમાં કદી કોઈને કંઈ પ્રાપ્ત થતું નથી. પ્રાપ્ત થાય તો પચતું નથી, કેવળ ફળાશક્તિ જીવને અશક્ત બનાવે છે. જીવનું લક્ષ ઉત્તમ પ્રકારના વાવેતર તરફ વળે તો ફળાશક્તિ નામશેષ થાય છે.
સ્વત સિદ્ધ ન્યાયતંત્ર: કર્મસત્તા * ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org