________________
આવવાની શક્તિ સ્વયંસ્કૂરણા અનાદિથી છે, તે સહજમળ છે. સ્વભાવથી કર્મના સબંધથી છૂટવાની જીવની શક્તિ તે તથાભવ્યત્વ છે જે મુક્તિ ગમનની યોગ્યતા ધરાવે છે.
સહજમળ એટલે જીવ સાથે કર્મનું સાતત્ય. એ સાતત્ય અનાદિથી ચાલ્યું આવે છે, અને જો તથાભવ્યત્વનો કે આધ્યાત્મિકતાનો વિકાસ ન થાય તો તે અનંતકાળ ચાલવાની શક્યતા છે.
તથાભવ્યત્વનો પરિપાક અરિહંતાદિના શરણ અને શ્રદ્ધાથી થાય છે. એ શરણ દુષ્કતની-દોષોની ગર્તા-પરિહારથી દઢ થાય છે. સુકૃતની અનુમોદનાથી ચિત્ત શુદ્ધ થાય છે. શરણમાં શ્રદ્ધા વડે ગુણો વૃદ્ધિ પામે છે ત્યારે તથાભવ્યક્ત (મોક્ષમાર્ગને યોગ્ય પાત્રતા) પરિપાક થાય છે.
જીવને સંસાર પ્રત્યે આકર્ષણ સહજમળ - કર્મની અનેક પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે જીવને મુક્તિ પ્રત્યે દેઢતા કરાવવાનું કાર્ય તથાભવ્યત્વ કરે છે. સહજમળ કર્મનો નાશ થવાથી પાપનો નાશ થાય છે, તથા ભવ્યત્વના વિકાસથી સ્વભાવરૂપ ધર્મનું સેવન થાય છે. સ્વભાવ સન્મુખ થવા અને સંસારથી વિમુખ થવાનું પ્રયોજન દુતની ગર્તાથી થાય છે. મુક્તિ સન્મુખ થવાનું કારણ-પ્રયોજન સુકૃતાનુમોદનથી સિદ્ધ થાય છે.
વિષય અને કષાય સહજમેળના સાથીઓ છે, તે સહજમળની વૃદ્ધિ કરે છે. દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ સ્વભાવરૂપ હોવાથી સહજમાનો નાશ કરે છે.
વાસ્તવમાં કર્મપ્રકૃતિ અચેતન છે પરવસ્તુ છે, છતાં તેને સહજમળની ઉપમા આપવામાં આવી છે. કારણ કે જીવે અનાદિથી તેની સંગત કરી છે હજી પણ તેનાથી છૂટવાનો પુરુષાર્થ કરતો નથી, તેથી સ્વભાવની સહજતા મૂકીને પરાયી વસ્તુમાં રાચીને તેને સ્વભાવ માનીને સંસારમાં રખડે છે.
કર્મ અને તેના ફળનો કાર્યકારણ સંબંધ છે. કર્મ અને તેના ફળની પાછળ એક વ્યવસ્થિત તંત્ર ચાલે છે. અજ્ઞાનવશ જીવ કર્મનો કર્તા હોવાથી ફળનો ભોક્તા થાય છે. મહદ્અંશે જીવો કર્મ અને તેના ફળ વિષે અજ્ઞાન છે. તેથી લાચાર થઈ દુઃખ ભોગવે છે અને દુરાચારનું સેવન કરે છે. એ દુઃખ ક્યાંથી ઉત્પન્ન થયું ? ન ઈચ્છવા છતાં કેમ દુઃખ ભોગવવું પડ્યું ? તેવી વિચારશક્તિ પણ તે જીવો ધરાવતા નથી એટલે દુઃખનું મૂળ તેઓ જાણતા નથી પછી તેનો ઉપાય તેઓ કેમ કરી શકે ?
૧૪૮ ૪ શ્રુતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org