________________
કે સંસારી જીવ મહદ્અંશે દેહ સાથે અભેદ થઈ ગયો છે. તેથી તેનું પરમાત્મસ્વરૂપ તે અનુભવી શકતો નથી, કે તેને તેવી શ્રદ્ધા થતી નથી. કર્મશાસ્ત્રો ભલે કર્મની મુખ્યતાથી કથનલેખન કરે પરંતુ તેનો સંદર્ભ તો કર્મ સ્વરૂપને જાણીને દેહથી, ભેદજ્ઞાન કરાવવાનો છે. જેથી સ્વાભાવિક અભેદ ધ્યાનની ઉચ્ચ ભૂમિકા પર આત્માને લઈ જવો તે કર્મના સિદ્ધાંતોમાં ગર્ભિત છે.
કર્મ : કર્મના બે ભેદ છે, ભાવકર્મ અને દ્રવ્યકર્મ જીવ દ્રવ્યકર્મનું નિમિત્ત પામી સ્વયં રાગ દ્વેષાદિ રૂપે પરિણમે છે તે ભાવકર્મ છે, અને ભાવકર્મનું નિમિત્ત પામી કામણવર્ગણાના પરમાણુનો આત્મા સાથે સંયોગ થવો તે દ્રવ્યકર્મ છે. જો રાગાદિ ભાવની મંદતા થાય તો કર્મ પણ મંદ થાય.
કર્મ એ ક્રિયા કહેવાય છે ! જીવ દ્વારા મિથ્યાત્વાદિ દ્વારા જે પરિણામ થાય (કરાય) તે કર્મ. આ ભાવકર્મ જીવનો સ્વભાવ નથી, વૈભાવિક, વિકારજનિત ક્રિયા છે. કષાય એ કર્મનું પડળ છે. લેપ છે. કષાયમુક્તિ નિર્લેપતાથી થાય છે. વીતરાગભાવ એ નિર્લેપતાનો સૂચક છે. તેથી ક્રિયા મુક્તિ નહિ પણ કષાયમુક્તિ આવશ્યક છે.
જીવ કર્મથી બંધાય છે, એટલે રાગાદિ કષાયથી બંધાય છે. ભેદ જ્ઞાન કર્મથી જીવને જુદો પાડે છે એમ જ્ઞાન-ક્રિયાનો સમુચ્ચય સંબંધ છે. મનોનિગ્રહ ઇન્દ્રિયવિજય અહિંસાદિ ક્રિયા મૂલક છે. ચિત્ત શુદ્ધિ, ધ્યાન, ચિંતન ઈત્યાદિ જ્ઞાનમૂલક છે.
દેહ દૃષ્ટિ પશુતામૂલક છે. આત્મદષ્ટિ આત્માની દિવ્યતા પ્રગટ કરે
અંતર દૃષ્ટિ દ્વારા પોતામાં વર્તમાન પરમાત્મ ભાવ દેખાય છે. તેને પૂર્ણપણે અનુભવવો તેનું નામ જીવનું શિવ થવું છે.
* વાસ્તવમાં આત્મા મન, વચન, કાયા-કર્મથી ભિન્ન છે. સંયોગ અપેક્ષાએ એકમેક થયો છે. મન દ્વારા જીવ રાગાદિ ભાવ કર્મથી બંધાય છે. વચન દ્વારા ઠેષ વ્યક્ત કરી બંધાય છે અને કાયા દ્વારા અશુભ કર્મ દ્વારા મોહમાં ફસાઈને બંધાય છે. આ ત્રણે યોગને તેના રાગાદિ ભાવને જીતનારો પરમાત્મ સ્વરૂપ પામે છે.
જીવ કર્મના સંબંધમાં ક્યારથી છે ?
જીવ અનાદિ છે, કર્મ અનાદિ છે. સંસાર અનાદિ છે. મોક્ષ અનાદિ છે. સ્વભાવથી મુત, વિભાવમાં રહેનારો જીવ કર્મના સંબંધમાં
સ્વત:સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા * ૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org