________________
નવ પુણ્ય હો કે એક પુણ્ય હો નવપદ હો કે એક પદ હો નવકાર હો કે એક નમસ્કાર હો. દરેકમાં રહેલા ઉત્તમ ભાવ પાપનાશક છે.
જેને પુણ્યતત્ત્વના સ્વરૂપનું જ્ઞાન છે, તે પુણ્યના પ્રભાવે મળેલી વસ્તુને જાણતા કે પામતા, તેમની દૃષ્ટિ એ પુણ્યનો સ્ત્રોત જ્યાંથી આવ્યો તેવા પરમાત્મા પ્રત્યે હોવાથી તેમને તે પુણ્યનું કથંચિત સુખ બાધક થતું નથી.
પુણ્ય-પાપની સાચી પરીક્ષા શુભાશુભ ક્રિયાથી થતી નથી. કોઈ સાધક સામાયિક કે ધ્યાન જેવી ક્રિયામાં આર્તધ્યાનમાં જતો રહે અને કોઈને બાહ્ય પ્રવૃત્તિનો ઉદય હોય છતાં તે સમતામાં ટકી રહે. તેથી પ્રવૃત્તિ-ક્રિયા ઉપરથી પુણ્ય કે પાપ પરખાતું નથી. પરંતુ તે ક્રિયા સમયે અંતરમાં જે શુભાશુભ ભાવ છે તેના પર પુણ્ય-પાપના અનુબંધનો આધાર છે.
સમગ્ર આરાધનાઓ પાપનું શોષણ અને પુણ્યનું પોષણ કરે છે. પાપનું શોષણ થતાં બંધ હેતુઓનો ત્યાગ થવાથી જીવ સમ્યક્તવાદિ પામે છે.
પ્રભુ પૂજાનો આરાધક પાપનો પરિહાર કેવી રીતે કરે છે ?
ચૈત્યવંદનાદિ ભાવ સ્તુતિ વડે જ્ઞાનાવરણીય, દર્શનાદિ વડે દર્શનાવરણીય વીતરાગ ભાવ વડે મોહનીય અને યોગમુદ્રા વડે અંતરાય કર્મ, એમ ચારઘાતી કર્મના ઉપદમાદિ થાય છે. , પ્રભુના નામનું સ્મરણ કરવા વડે અશુભ નામકર્મનો નાશ, પ્રભુને વંદન કરવા વડે અશુભ ગોત્રનો નાશ. જીવોની રક્ષા વડે અલાભ વેદનીયનો નાશ અને પ્રભુના અક્ષયપદને ભાવવા વડે આયુષ્ય કર્મનો નાશ થાય છે. અંતે આયુષ્ય પૂર્ણ થતાં અઘાતી કર્મો સંપૂર્ણ નાશ પામે છે. જીવ મુક્ત થાય છે. ૦ કર્મ સિદ્ધાંત ઉપકારી છે ? ૦
તમે સાંભળ્યું હશે કે આત્મા જ સ્વયં પરમાત્મા છે. પણ તે ક્યારે ? , આત્મા પરમાત્મ સ્વરૂપ હોવા છતાં તે વર્તમાનમાં કર્માવૃત્ત છે તે કર્મોનો નાશ કરવાથી પરમાત્મસ્વરૂપ પ્રગટ થાય છે. અર્થાત્ આત્માનું પરમાત્મ સ્વરૂપમાં ભળી જવું, અભેદ થઈ જવું, તે કર્તવ્ય છે. કારણ
૧૪૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org