________________
વહેંચો, તે તમારા જીવનનો સંદેશ બની રહેવો જોઈએ. તમને જીવવું ગમે છે તો અન્યને જીવતદાન આપો. તમને સન્માન ગમે છે તો તમે અન્યને સન્માન આપો. પ્રાણ રક્ષા માટે તમને જેની જરૂર પડે છે, તે તમે અન્યને આપો. તે બધું તમને વળતર સાથે પાછું મળશે. તેથી પણ વિશેષ આ જન્મમાં તમે સાચા સુખનો અનુભવ કરશો. જે તમને તમારા ભોગ સુખમાંથી નહિ મળે.
વાસ્તવમાં આત્માની વિકાસયાત્રાનો પ્રારંભ પુણ્યથી થાય છે. માનવજન્મમાં તે વિકાસના શિખરે પહોંચવાની સુગમતા છે. તે પુણ્ય તેરમાં ગુણસ્થાનક સુધી સાથે રહે છે, છતાં તે બાધક થતું નથી. ભોગવૃત્તિ, સ્વાર્થ, અહંકાર જેવા દૂષણ રહિત જેનું પુણ્ય છે તે બાધક થતું નથી. એ પુણ્ય પાત્રને અનુસરીને લૌકિક કે લોકોત્તરપણાનું સ્વરૂપ પામે છે. જો પાત્ર લૌકિક દૃષ્ટિવાળો છે તો તેનું પુણ્ય લૌકિક પરિણામ પામશે. જે બાધક છે. જો પાત્ર લોકોત્તર ભાવવાળો છે તો તેનું પુણ્ય લોકોત્તર પરિણામ પામી પરંપરાએ મુક્તિદાતા બને છે.
૦ પુણ્ય-પાપ છે જિનાગમોમાં પુણ્યબંધના નવ અને પાપના અઢાર પ્રકાર બતાવ્યા છે તમને થશે કે પાપની તીવ્રતા વધુ હોય છે તેને દૂર કરવા પુણ્યની સંખ્યા છત્રીસ કેમ નહિ ? અર્થાત્ પુણ્ય વધુ તીવ્ર કેમ નહિ ?
ભાઈ પુણ્ય ભલે સંખ્યામાં ઓછું હોય પરંતુ શક્તિમાં પુણ્ય પ્રબળ છે. જેમ અગ્નિનો કણ મણ કચરાને બાળીને ભસ્મ કરી શકે છે, તેમ પાપના ગંજને ઉત્તમ પુણ્ય ભસ્મ કરી શકે છે.
નવ પ્રકારનાં પુણ્ય
૧. અન્નપુણ્ય, ૨. જલપુણ્ય, ૩. વસ્ત્રપુણ્ય, ૪. આસનપુણ્ય, ૫. શયનપુણ્ય, ૬. મનોયોગપુણ્ય, ૭. વચનયોગપુણ્ય, ૮. કાયયોગપુણ્ય, . ૯. નમસ્કારપુણ્ય.
પાપના અઢાર પ્રકાર
૧. હિંસા, ૨. અસત્ય, ૩. ચૌર્ય, ૪. મૈથુન, ૫. પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. રાગ, ૧૧. વૈષ, ૧૨. કલહ, ૧૩. અભ્યાખ્યાન (આરોપ) ૧૪. પૈશુન્ય (ચાડીચૂગલી), ૧૫. રતિ-અરતિ, (ગમો-અણગમો), ૧૬. પરપરિવાદ (નિંદા), ૧૭. માયામૃષાવાદ, ૧૮. મિથ્યાત્વ શલ્ય.
સ્વત:સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા ૪ ૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org