________________
છે. પુણ્ય પાપ વિરોધી તત્ત્વ છે તેથી બંનેની ફળશ્રુતિમાં મહદ્ અંતર છે. ગમે તેવા પાપને નષ્ટ કરવાની શક્તિ ઉત્તમ પુણ્યમાં રહેલી છે. એક નાના સરખા સુકૃત્યનું પરિણામ સંચિત પાપ કર્મોને નષ્ટ કરે છે. પાપ અને પુણ્યનું પરસ્પર યુદ્ધ ચાલે છે. જો તમારી પાસે ઉત્તમ પુણ્ય હશે તો પાપનો પરિહાર થશે.
એક ગૃહસ્થ અસહ્ય બિમારીથી પીડાતો હતો. ઘણી ઔષધિ-ઉપચાર કર્યા પણ વ્યર્થ. છેવટે તેણે કોઈ જ્યોતિષીનો સહારો લીધો. જ્યોતિષીએ કહ્યું તમે જીવનમાં કરેલા કોઈ નાના સુકૃતનું પુણ્ય આના બદલામાં આપી દો. તમારી બિમારી દૂર થશે. અરે ! તે દર્દીની પાસે જીવનના છ દસકા પૂરા થવા છતાં, સાધન સંપન્નતા હોવા છતાં તેને સુકૃતની કૃપણતા જ વરી હતી. તેની પાસે એટલું પણ પુણ્ય ન હતું. અને જે લાવ્યો હતો તે તો ખર્ચાઈ ગયું હતું.
- આપણા જીવનમાં આવું ન બને તે માટે સજાગ થઈ જજો. પૂર્વનું ખર્ચાઈ જાય તે પહેલાં મળેલા પુણ્ય વડે પુણ્યની વૃદ્ધિ કરી, સર્વ પ્રકારે આત્મ સન્મુખ થવાય. સમ્યગ્દર્શનનું લક્ષ બની રહે તેવો દઢ સંકલ્પ આ કાયાનો વિયોગ થાય તે પ્રથમ કરી લેવો.
પુણ્યબંધના જિનભક્તિ ઇત્યાદિ નવ ભેદ છે. તે સર્વમાં કલગી રૂપ, સરળતાથી સાધ્ય પુણ્ય નવકાર મંત્રના આલંબનમાં રહેલું છે, તે વિધિથી, શુધ્ધથી બુદ્ધિથી અને શ્રદ્ધાથી ગણવામાં આવે તો તે સર્વ પાપનો નાશ કરવા સમર્થ છે.
દાનાદિ સર્વ ક્રિયાઓની પાછળ જીવોની ભાવના સંસારથી, સંસારના સંતાપથી મુક્ત થવાની છે. જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય, ને સંસારમાં જન્મ લેવો પડે ત્યારે મોક્ષના સાધનો મળે, પાત્રતા કેળવાય તેના મૂળમાં દાન, પુણ્ય, પરોપકાર, ધર્મ અનુષ્ઠાનોનું આલંબન રહેલું છે. નિઃસ્પૃહભાવે કરેલા એ સર્વ કાર્યો પુણ્યની વૃદ્ધિ કરી મોક્ષપંથના પથિક થવામાં સહાય કરે છે.
સંયમાદિના સેવનથી ભાવની નિર્મળતા થાય છે ત્યારે અશુભ કર્મોનો બંધ અટકે છે. પૂર્વનાં કર્મો નાશ પામે છે. દાન, શીલ, તપ એ પુણ્યની પરંપરા સર્જીને વિશુદ્ધ ભાવને પ્રગટ કરે છે. જે મુક્તિનું કારણ બને છે.
તમને જે ગમે છે તે આપો તેમાં આનંદની વૃદ્ધિ છે. તમારી પાસે જે સામગ્રી સારી છે, જે ઉત્તમ વિચારો કે શીલાચાર, તે પણ
૧૪૪ x ધૃતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org