________________
થાય. એકવાર કોઈ આચાર્ય ભગવંત પધાર્યા. નિમિત્તના જાણનાર હતા. આ ભાઈ વંદન કરવા ગયા અને પોતાના ભાવ જણાવ્યા. આચાર્યશ્રીએ તેના મુખની રેખા જોઈને કહ્યું : મહાનુભાવ ! તારી ભાવના ફળશે. - પેલા ભાઈનો યોગ પણ જાગ્યો હતો તે વ્યાપારમાં ખૂબ જ કમાયા અને ભાવના પ્રમાણે શાંતિનાથ ભગવાનના દહેરાસરનું નવનિર્માણ કર્યું. પેલાં બહેનને આમંત્રણ આપી તેડાવ્યાં. આમ શુભ સંકલ્પ ફળે
અશુભ કર્મોથી દુઃખનું સર્જન થાય છે તો શુભ ભાવનાઓથી સુકૃત્યનું સર્જન થાય તેમાં શું આશ્ચર્ય છે ? પરંતુ મહઅંશે જીવ શુભ ભાવનાઓનાં ફળ ભોગવે છે, તેટલી શુભભાવનાઓ કરતો નથી.
વળી શુભ કાર્યો કરવાનો અને કરાવવાનો અવસર તો કવચિત મળે છે. પરંતુ આ વિશાળ સૃષ્ટિમાં શુભ કાર્યોની પરંપરા ચાલુ છે. તમે અનુમોદના કરો તે યોગ્ય ક્ષેત્રે પહોંચે છે અને તે સાત્ત્વિકતાનું બળ આપે છે. સત્ત્વથી તત્ત્વમાં જવાનું સરળ છે. પરંપરાએ પંચમગતિનું નિમિત્ત બને છે.
જૈનદર્શનમાં પુણ્ય પાપની જે સમાલોચના છે તેવી કોઈ દર્શનમાં નથી. જૈનદર્શન નવ તત્ત્વમય જગતનું સ્વરૂપ જણાવે છે તેમાં પુણ્ય ત્રીજું અને પાપ ચોથું તત્ત્વ છે. જીવ સ્વયં તેનું સર્જન કરે છે. પુણ્યોદય સુખદ છે તેથી તેમાં મોહ પામી અટકવા જેવું નથી. અને પાપોદય દુ:ખદ છે માટે તિરસ્કાર કરવા જેવું નથી. બંનેનો અનુબંધ વિચારવા જેવો છે. જે પુણ્યોદયમાં મોહ પામે છે, તે પાપનો બંધ કરે છે અને પાપનો તિરસ્કાર કરે છે તે પણ પાપનો બંધ કરે છે. જે આત્માને ઊંચેથી નીચે લઈ જાય છે.
પુણ્યોદય વડે સુકૃત્યાદિ કરીને જે પુણ્યની વૃદ્ધિ કરે છે તે પુણ્ય વડે આત્મવિકાસનો પંથ પકડી મુક્ત થાય છે.
પુણ્યનું સર્જન પરોપકારથી થાય છે. પાપનું સર્જન સ્વાર્થથી થાય છે. પુણ્ય પરંપરા એ મુક્તિનું કારણ બને છે. પાપ સીધું જ સંસારના પરિભ્રમણનું કારણ બને છે. પુણ્ય પ્રકાશમય છે, પાપ અંધકારમય છે. સંસારની સમગ્ર લીલા આ પુણ્ય અને પાપ તત્ત્વને આધારે ચાલે
સ્વતઃસિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા : ૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org