________________
તમે કહેશો કોઈ શુભ કાર્ય કરે તેનું અનુમોદન કરવામાં શું ? કરવું નહિ કેવળ વાહ વાહ કરવી ? ભાઈ અનુમોદન કરવું તે મનનું કાર્ય છે, અને મનને શુભ ભાવમાં જોડવું તે મહત્ત્વનું છે. શુભ કાર્ય કરવું તે તનનું કાર્ય છે, તે તન સુધી મર્યાદિત છે. કરાવવું તે વચનનું કાર્ય છે, તે પણ મર્યાદિત છે. જ્યારે મન દ્વારા ત્રણે કાળે, ત્રણ લોકના સત્ કાર્યનું અનુમોદન થઈ શકે છે, તેથી તેનું ક્ષેત્ર વિશાળ છે.
વળી શક્તિના અભાવે કોઈ જીવ શુભ કાર્ય ન કરી શકે પરંતુ જે કરતા હોય તેનું પ્રસન્નતાપૂર્વક સાચા હૃદયથી અનુમોદન કરે, ત્યારે મનના ભાવોની શુદ્ધિ થાય.
વાસ્તવમાં કરવું કરાવવું અને અનુમોદનનું ફળ સરખું બતાવવાનું કારણ એ છે કે ત્રણે યોગ પરસ્પર સંબંધ ધરાવે છે. અનુમોદન કરનાર એવી ભાવના રાખે છે કે હું પણ આવાં કાર્યો કરું. જે સુકૃત કરે છે તે દેવગુરુની કૃપા માને છે, કરાવનાર અન્યને સહાય કરી પોતે સદ્ભાગી માને છે અને શુભ કાર્ય કરવાનું પુણ્ય ઉપાર્જન કરે
છે.
ચૈતન્ય સૃષ્ટિ ભાવાત્મક છે, જીવે કરેલા ભાવો દ્વારા કાર્ય નિષ્પન્ન થાય છે. કોઈને એમ ભાવ થાય કે રૂડા જીવો તપ કરે છે, હું ક્યારે કરી શકીશ ! આવી ભાવનાથી તેનો અંતરાય તૂટે છે, અને તપ ઉદયમાં આવે છે.
કોઈને થાય કે હું ક્યારે દહેરાસર જેવા કાર્યનું સર્જન કરીશ. મારે કરવું જ છે, અને તેને એવા યોગ મળે છે.
એકવાર એવું બન્યું કે કોઈ ભાઈ યાત્રાએ ગયા હતા. તે તીર્થમાં શાંતિનાથ ભગવાનની અલૌકિક મૂર્તિ જોઈ ભાવવિભોર થઈ ગયા. પ્રતિમાની આજુબાજુ ફરીને નીરખ્યા જ કરે. તે સમયે એક બહેન પૂજા સ્તવન કરતાં હતાં. તેને વચમાં આડ પડતી હતી. તે બહેન કહે ભાઈ ! પ્રતિમાની આજુબાજુ ક્યાં સુધી ફરશો ? શું તમારે દહેરાસર કરવું છે ? પ્રતિમાજી પધરાવવા છે ?
પેલા ભાઈ કહે “બહેન, તારા મોંમાં સાકર, પણ મારી સ્થિતિ એવી નથી કે દહેરાસર બાંધું. પણ તમારા વચન પર વિશ્વાસ રાખી, ઉત્કૃષ્ટ ભાવના લઈને જાઉં છું.”
પેલા ભાઈને રઢ લાગી. રાત્રિ-દિવસ દહેરાસર નિર્માણની ભાવના
૧૪૨ x ધૃતસાગરનાં બિંદુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org