________________
યોગની શુભ પ્રવૃત્તિ પુણ્ય સ્વરૂપ છે. મન વચન કાયા વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. ત્રણે યોગ શુભ પ્રવૃત્તિમય હોય તો પુણ્ય પ્રદાતા છે. ત્રણે યોગ અશુભ પ્રવૃત્તિમય હોય તો પાપ પ્રદાતા છે. જિન ભક્તિ, વ્રત તપ, નિયમ, આવશ્યક ક્રિયાઓ શુભ છે. ભલે એ પ્રવૃત્તિઓ પુણ્યબંધક હોય છતાં આદરણિય છે. તેની કેવળ ઉપેક્ષા કરનાર પરિભ્રમણ પામે છે.
નિશ્ચયથી સર્વ દુ:ખથી મુક્ત થવાનો ઉપાય જ્ઞાન છે તે આત્માના જ્ઞાનસ્વરૂપના માહાભ્યનું સૂચક છે. તેથી કહેવામાં આવ્યું છે કે પોતે આત્મસ્વરૂપ જ છે, તે આત્મસ્વરૂપનું પ્રત્યક્ષ ભાન થાય ત્યારે સ્વરૂપ અનુભવમાં આવે છે. માટે તે તરફ લક્ષ રાખવું. આપણી પ્રવૃત્તિ તે પ્રમાણે ન થાય ત્યાં સુધી આપણી પ્રવૃત્તિઓ-ક્રિયાઓ લક્ષ વગરની વ્યર્થ છે. માટે આત્મજ્ઞાનનો પુરુષાર્થ કરો. પ્રારંભમાં ગુરુગમથી તેને અનુમાન-યુક્તિથી ગ્રહણ કરો, તો જ બંધાયેલો છૂટશે. ૦ જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષ ૦
અર્થાત સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર ત્રણે સાધનો મોક્ષ માર્ગનાં છે. જ્ઞાન-દર્શન સમુuત્ર છે. ક્રિયા એ ચારિત્રસૂચક છે. બંને રથના પૈડા જેવા છે. જ્ઞાન અને ક્રિયા બંનેનો સુમેળ મોક્ષ સાધક છે.
વસ્તુના સ્વરૂપને જાણવાનો વ્યવહાર પ્રયોજન ભૂત છે. નિશ્ચયના લક્ષ વિનાનો વ્યવહાર નિષ્ફળ છે. વ્યવહારની પ્રવૃત્તિ વિનાનો નિશ્ચય અને નિશ્ચયના લક્ષ વિનાની વ્યવહાર-પ્રવ-ત્તિ નિષ્ફળ છે. ક્રિયા વ્યવહાર સ્વરૂપ છે, જ્ઞાન નિશ્ચયસ્વરૂપ છે. જ્ઞાન પ્રાપ્તિના જે નિમિત્તો છે તે વ્યવહાર છે.
પુણ્યની સર્વથા નિવૃત્તિ ચૌદમા ગુણ સ્થાનકે સહજ છે. તે પહેલાના ગુણસ્થાનકોએ જ્ઞાન અને ક્રિયાની મુખ્યતા-ગૌણતા હોય છે. તેની ઉપેક્ષા કરવાથી જીવ માર્ગથી યુત થાય છે.
એક વાર તું પાપથી ખસતો જા. સંસારભાવથી ખસતો જા પછી પુણ્ય તારા પગલે પગલે ચાલશે. પુણ્યને પકડવું સરળ છે, જો તારું મન ઉદાર હોય, ગુણગ્રાહી હોય, મન-વચન-કાયાના ત્રણે યોગ જો શુભ પ્રવૃત્તિવાળા હોય તો તે પુણ્ય સ્વરૂપ હોય છે. ત્રણે યોગ વડે શુભ પ્રવૃત્તિ કરો-કરાવો, છેવટે કરનારનું અનુમોદન કરો, તેમ કરવા જેવા નમ્ર બનો, ઉદાર બનો, તે પણ પુણ્યસ્વરૂપ છે.
સ્વત સિદ્ધ ન્યાયતંત્ર : કર્મસત્તા + ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org