________________
સમર્થ નથી. પુણ્ય આશ્રવ છતાં તેનાથી મળેલો માનવદેહ, ધન, વગેરે સામગ્રીનો સદ્ધપયોગ પુણ્યના આશ્રવથી છૂટવાનો ઉપાય છે. તેમાં દાનાદિ જેવા કાર્યો જીવને સન્માર્ગે લઈ જાય છે, સુપાત્ર દાન શ્રેષ્ઠ છે, અનુકંપાદાન પણ આવશ્યક છે. કદાચ દાન ગ્રહણ કરનાર મોહથી ઘેરાયેલો હોય. તેની યાચના કેવળ પૌદ્ગલિક હોય તો પણ દાતાએ તેની લાચારી પ્રત્યે અનુકંપા રાખી તેના જીવત્વ-ચેતનત્વ પ્રત્યે જ દષ્ટિ રાખવી; તે જીવ ભલે મૂઢ હોય પણ તારી ભાવના જ તેની મનોવૃત્તિને બદલશે. દાતાની ભાવના એ જ હોય કે દુખી જીવની પીડા દૂર થાય તે શાતા અને સાંત્વન અનુભવે.
દાતાની ઉદારતા એ છે કે મારી પાસે જે કંઈ સારી સામગ્રી છે તે અન્યના સુખ માટે થાઓ. મારી પરિગ્રહની મૂચ્છ ક્ષીણ થાઓ. વળી દાન ગ્રહણ કરનારની ભાવના પણ દાતા પ્રત્યે આદરણીય હોય તેને પણ વિચાર થાય કે હું યાચક મટી દાતાર બનું. તો તેનું પાપ ક્ષીણ થઈ તે પુણ્યને પાત્ર બને છે.
મનુષ્ય જન્મ પામીને નિઃસ્પૃહ ભાવે કરેલો પરોપકાર જીવમાં ઉત્તમતા લાવે છે, એ પરોપકારનો ભાવ સમગ્ર જીવરાશિના સુખ સુધી પહોંચે છે. ત્યારે પરાર્થભાવવાળો જીવ ધન ધાન્યાદિથી મૂચ્છ રહિત થઈ સંયમને માર્ગે પ્રયાણ કરે છે. અનુક્રમે સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે, ત્યારે સેવેલી પરોપકારવૃત્તિ પણ ચરમસીમાને પામે છે. તે જીવ સિદ્ધિપદને પામે છે ત્યારે અવ્યવહાર રાશિ જેવી દુ:ખદ સ્થિતિમાંથી એક જીવનો ઉદ્ધાર થાય છે. સિદ્ધિપદને પામ્યા પછી તે પદનું અસ્તિત્વ એવું સૂક્ષ્મ બને છે કે તેમની પરમ શુદ્ધ ચેતનાની અચિંત્ય શક્તિ જગતના જીવોને સમ્યકત્વના લક્ષમાં ઉપકારી થાય છે. સિદ્ધનું ધ્યાન કરી પાત્ર જીવો સિદ્ધિ પદને પામે છે.
આથી પરોપકારની ભાવના થવી તે પણ મહાપુણ્યનો હેતુ છે. એ મહાપુણ્ય પણ જીવને ઉપકારી છે. અશુદ્ધ અવસ્થામાંથી શુદ્ધ અવસ્થામાં જવા માટે શુભ ભાવ આશ્રવ છતાં માધ્યમ છે. ભૂમિકા અનુસાર શુભભાવ પલટાતો જાય છે. અશુભમાંથી ખસેલો ઉપયોગ શુભમાં ટકીને શુભને ત્યજીને શુદ્ધ ઉપયોગને ધારણ કરે છે. આમ શુભયોગથી અશુદ્ધ ઉપયોગનો પરિહાર થઈ શુદ્ધ ઉપયોગ આવિષ્કાર પામે છે.
વાસ્તવમાં પુણ્ય એ મેલ નથી. મનને પવિત્ર કરે તે પુણ્ય. ત્રણ
૧૪૦ * શ્રુતસાગરનાં બિંદુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org