________________
હું રોહણક છું. મહાઅપરાધી છું. મારો સ્વીકાર કરશો ?
પ્રભુએ અમદષ્ટિ વડે તેને પ્રત્યુત્તર આપ્યો. આ સમવસરણમાં સૌને સ્થાન છે. અને રોહણક સંસારથી, ઘોર પાપોથી મુક્ત થયો. જિનવાણીના પ્રભાવથી ખૂની પણ મુની થયો, મોક્ષાર્થી થયો.
આ છે જિનવાણીનો પ્રભાવ, રોહણકને પ્રભુની વાણી સાંભળવી ન હતી. વેષમાં આવી ગયો હતો. પરંતુ તેના ભાગ્યમાં કોઈ અદ્ભુત યોગ હતો. તે જિનવાણી વડે તરી ગયો.
તેને કંઈ ઉપદેશ સાંભળ્યો ન હતો કે તું પાપી છે. આ પાપોનું ફળ નરકની વેદના છે. માટે આ પાપકૃત્યો છોડી દે, અને પ્રાયશ્ચિત વડે પાપોનો નાશ કર. એણે તો દેવલોકનું વર્ણન સાંભળ્યું હતું. જિનવાણીની ઉચ્ચતા જ એ છે કે જેને જેની જરૂર હોય તેવો બોધ મળે. અને તે જીવને માર્ગ મળે.
ગર્ભશ્રીમંત માતાપિતાના પુત્રને વળી મામાનો વારસો મળે, સંપત્તિની વૃદ્ધિ થાય. તેમ બુદ્ધિમાન માનવને મળેલા બુદ્ધિના વારસામાં ભગવાનનો પ્રરૂપેલો ધર્મ મળે તેનો આત્મવૈભવ વૃદ્ધિ પામે. પણ મળેલા વારસાને સ્વછંદથી વેડફે તો એ કરોડપતિ પુત્ર રોડપતિ થઈ જાય. તેમ જન્મથી મળેલા બુદ્ધિના વારસાને કેવળ વિષયોમાં, ભૌતિક પદાર્થોમાં જ પ્રયોજે તો તે માનવી મટી પશુતામાં સ્થાન લે.
વૈજ્ઞાનિક યુગમાં માનવી પોતાના શબ્દને અવાજને હજારો માઈલ દૂર પહોંચાડે છે, પરંતુ પોતાની તદ્દન નજીક એવા અંતઃકરણમાં એ અવાજને પહોંચાડતો નથી. એટલે બહારમાં મળેલી અઢળક સામગ્રી છતાં પોતે સંત કે અશાંત રહે છે. જો તેનો અવાજ જિનાજ્ઞા પ્રમાણે અંતરમાં પહોંચે તો તેનું જીવન નિર્દોષ અને નિષ્પાપ બને.
જો માનવીની બુદ્ધિ પશુ જેવી પ્રાકૃત હશે, અંતઃકરણ રાક્ષસીવૃત્તિવાળું કઠોર હશે તો તે પોતે અધઃપતન પામશે. અને સમાજને પણ હાનિ કરશે.
માટે બુદ્ધિને સમાં જોડી સબુદ્ધિ પ્રાપ્ત કરે. અને અંતઃકરણને નિર્દોષ રાખે તો માનવનો આત્મા જ પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે. માનવમાં રહેલી શક્તિઓ દૈવી છે, તે પ્રગટ થાય તો માનવ સ્વયં દેવસ્વરૂપે જીવતો થાય.
સુખ ક્યાં સમાણું ? * ૧૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org